Kumbhani viral video : કોંગ્રેસમાં ગદ્દાર કોણ ?  સસ્પેન્ડ કર્યાના કલાકોમાં જ નિલેશ કુંભાણીનો વિડીઓ મેસેજ આવ્યો સામે

0
165
Kumbhani viral video
Kumbhani viral video

Kumbhani viral video : લોકસભાની ચૂંટણી જોરદાર ચર્ચામાં રહેલા સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. વિડીઓમાં તેમણે જણાવ્યું કે, હું હાઇકમાન્ડના સંપર્કમાં હતો અને બાબુભાઇ સાથે વાતચીત કરતો હતો તેમજ આવતીકાલે સવારે હું અમદાવાદ પહોંચવાનો હતો. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સાથે હોવાની વાત મેં મિત્રો અને સગા સબંધીને કરી હતી

Kumbhani viral video

Kumbhani viral video :  નિલેશ કુંભાણીને આજે કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ  નિર્ણય લીધો હતો. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્સનના ગણતરીના કલાકોમાં જ નિલેશ કુંભાણી સોશિયલ મીડિયા મારફત સામે આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.

Kumbhani viral video :  જેમાં તેમણે કહ્યું, હું મોવડી મંડળના સતત સંપર્કમાં હતો. બાબુભાઈ માંગુકિયા જોડે મારી વાત થઈ હતી. સગા સંબંધી અને પરિવારજનોને મેં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી જોડે છે, ડરવાની કોઈ જરૂર નથી. અમદાવાદ પિટિશન દાખલ કરવા માટે હું જઈ રહ્યો હતો ત્યારે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે જઈ વિરોધ કર્યો અને મને પરત ફરવા માટે મજબૂર કર્યો.

Kumbhani viral video : ‘વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા હતા

Kumbhani viral video


Kumbhani viral video :  કોંગ્રેસે સસ્પેન્ડ કર્યાના એક કલાક બાદ નિલેશ કુંભાણીએ જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકરોએ મારી ઘરે વિરોધ કર્યો, મને પરત ફરવા મજબૂર કર્યો હતો. બૂથની વિગત આપવા કોંગ્રેસ નેતા તૈયાર ન હતા. વધુમાં આક્ષેપો કરતા કહ્યું કે, વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા હતા. એક પણ આગેવાન મારી સભામાં કે પ્રચારમાં આવ્યા ન હતા. 2017માં પણ મને ભાજપની ઓફર હતી, મને અપક્ષમાં જોડાવવા ભાજપ તરફથી કહેવાયું પણ હતું પરંતુ મેં કોંગ્રેસને નુકસાની જાય તેવું કશું કર્યું નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો