Kshatriy andolan part 2 : રાજકોટ બાદ જામનગરમાં 2જી મેં ના રોજ મહાસંમેલન યોજાશે, આંદોલન બનશે વધુ અસરકારક  

0
140
Kshatriy andolan part 2
Kshatriy andolan part 2

Kshatriy andolan part 2 : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાતભરમાં ભાજપનો વિરોધ શરૂ થયો છે. ક્ષત્રિય સમાજની માંગ પર ભાજપે રૂપાલાની ટિકિટ ન કાપતાં ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ-ટુ શરૂ થયું છે. જે અંતર્ગત આજે અમદાવાદથી આંદોલન સમિતિના આગેવાનો રાજકોટ સ્થિત આશાપુરા માતાજી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા.  

Kshatriy andolan part 2

Kshatriy andolan part 2 : જામનગરમાં 2જી મેના રોજ ક્ષત્રિય સંમેલન બોલાવાયું

આ બેઠકમાં અન્ય સમાજને પણ ક્ષત્રિય સમાજને ટેકો આપવા આહવાન કરાયું છે. જે અંતર્ગત જામનગરમાં 2જી મેના રોજ ક્ષત્રિય સંમેલન બોલાવવામાં આવ્યું છે. જે બાદ 7મી મે મતદાનના દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો ધર્મ રથ કાઢવાથી લઈને ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું છે.

Kshatriy andolan part 2 : આજથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 અંતર્ગત 18 વોર્ડમાં બૂથ કમિટી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ દરરોજ રાત્રીસભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Kshatriy andolan part 2

Kshatriy andolan part 2 :  આ અંગે વિગતો આપતાં ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, રાજકોટમાં આશાપુરા મંદિરથી ધર્મ રથનો પ્રારંભ થયો છે. અત્યારે ધર્મરથ દ્વારકા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ફરી રહ્યો છે. આગામી 25 એપ્રિલે અંબાજીમાં માતાજીને ધજા ચઢાવાશે. અંબાજીથી 1 હજાર ગાડીના કાફલા સાથે ધર્મ રથ નીકળશે, જે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગામડાઓમાં ફરશે.

Kshatriy andolan part 2

Kshatriy andolan part 2 :  ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો અંગે સ્પષ્ટતા કરતાં ચાવડાએ જણાવ્યું કે, સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડાયા હોવાની વાતો ભ્રામક અને ખોટી છે. અમારી કોર કમિટિના તમામ માન્ય સભ્યો છે. 10-12 ભાજપ સમર્પિત હોય, તેમની સમિતિ બનાવી તેમને બોલાવીને જાહેરાત કરવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાએ કેટલાક લોકોએ સમિતિ બનાવીને જાહેરાત કરી હશે, તો તે તેમનો પ્રશ્ન છે. સંકલન સમિતિનો કોઈ સભ્ય ભાજપમાં નથી જોડાયો

Kshatriy andolan part 2 :  ભાજપની રણનીતિને તોડી રહ્યું છે ક્ષત્રીય અંદોલન

Kshatriy andolan part 2

જણાવી દઈએ કે, જેમ-જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ ક્ષત્રિય આંદોલન જલદ બનતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મથી રહ્યું છે. એક તરફ ક્ષત્રિયો ભાજપના વિરોધ માટે રણનીતિ ઘડી રહ્યાં છે. ગુજરાતના નાના-નાના ગામડાઓમાં ભાજપ નેતાઓની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. આટલું જ નહીં, ભાજપ નેતાના પ્રચાર સમયે પણ ક્ષત્રિયો વિરોધ કરવા પહોંચી જાય છે. જેના પગલે હરકતમાં આવેલ ભાજપ મોવડી મંડળે પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજીને આ વિરોધને ખાળવા પ્રયત્ન કર્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો