Kotak Mahindra Bank ને મોટો ફટકો; RBI એ નવા ગ્રાહકો જોડવા પર મુક્યો પ્રતિબંધ, નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં

0
375

Kotak Mahindra Bank: RBIએ કોટક મહિન્દ્રા બેંકને મોટો ઝટકો આપ્યો છે. હવે બેંક ન તો નવા ગ્રાહકોને ઓનલાઈન ઉમેરી શકશે અને ન તો નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે.

વાસ્તવમાં આરબીઆઈને બેંકની આઈટી સિસ્ટમમાં ખામીઓ જોવા મળી હતી. આ અંગે બેંક પાસેથી સુધારેલ જવાબ પણ માંગવામાં આવ્યો હતો, જે આરબીઆઈને સંતોષકારક લાગ્યો ન હતો. RBIએ 2022 અને 2023ની IT તપાસ બાદ આ કાર્યવાહી કરી છે.

RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ‘સતત બે વર્ષ સુધી બેંકના IT રિસ્ક એસેસમેન્ટ અને ઇન્ફોર્મેશન સિક્યુરિટી ગવર્નન્સમાં ખામીઓ જોવા મળી હતી. આ નિયમનકારી માર્ગદર્શિકા મુજબ ન હતા.

Kotak Mahindra Bank ને મોટો ફટકો; RBI એ નવા ગ્રાહકો જોડવા પર મુક્યો પ્રતિબંધ, નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં
Kotak Mahindra Bank ને મોટો ફટકો; RBI એ નવા ગ્રાહકો જોડવા પર મુક્યો પ્રતિબંધ, નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં

Kotak Mahindra Bank ને એક્સટર્નલ ઓડિટ કરાવવાનું રહેશે

આરબીઆઈએ બેંકને એક વ્યાપક બાહ્ય ઓડિટ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. આ પછી આરબીઆઈ સમીક્ષા કરશે. આ એક્સટર્નલ ઓડિટ કોટક મહિન્દ્રા બેંક દ્વારા જ સંબંધિત સુધારાઓ કર્યા બાદ કરવામાં આવશે, જેના માટે પહેલા આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી પડશે.

HDFC બેંક પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે

ડિસેમ્બર 2020 માં, આરબીઆઈએ HDFC બેંક પર નવા કાર્ડ જારી કરવા અને નવી ડિજિટલ પહેલ શરૂ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

આઈટી અને ટેકનોલોજીકલ ખામીઓને કારણે પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, 11 માર્ચ, 2022 ના રોજ, રિઝર્વ બેંકે HDFC બેંક પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હટાવી દીધા.

કોટક મહિન્દ્રા બેંકનો ક્રેડિટ કાર્ડ બિઝનેસ કુલ બિઝનેસના લગભગ 3.8% છે. દેશના કુલ ક્રેડિટ કાર્ડ માર્કેટમાં બેંકનો હિસ્સો લગભગ 4% છે.

તમને જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા ફાઈનાન્સને 2003માં બેંકિંગ લાઇસન્સ મળ્યું હતું. બેંકમાં રૂપાંતરિત થનારી આ પ્રથમ NBFC હતી. આ પછી કોટક મહિન્દ્રા બેંક અસ્તિત્વમાં આવી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો