HomeEntertainmentKoffee with Karan : કરીના કપૂર કરણ જોહર પર થઇ ગુસ્સે, બેબોએ...

Koffee with Karan : કરીના કપૂર કરણ જોહર પર થઇ ગુસ્સે, બેબોએ કહ્યું; હું કોઈની ભાભી નથી

Kareena Kapoor angry at Karan Johar for calling Alia Bhatt Bhabhi : આલિયા ભટ્ટ અને કરીના કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. વાસ્તવમાં આ બંને વચ્ચે એક ખાસ સંબંધ છે. કારણ કે આલિયાનો પતિ રણબીર કપૂર કરીના કપૂરનો પિતરાઈ ભાઈ છે. પરંતુ કરીના કપૂરે બધાની સામે આ સંબંધને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આટલું જ નહીં તે આ માટે કરણ જોહર પર ગુસ્સે પણ થઈ ગઈ હતી. આલિયા ભટ્ટ અને કરીના કપૂર કરણ જોહરના શો કોફી વિથ કરણ સિઝન 8 (Koffee with Karan) માં સાથે પહોંચી હતી. શોને લગતો એક વીડિયો પ્રોમો પણ સામે આવ્યો છે.

આ પ્રોમોમાં કરણ જોહર આલિયા ભટ્ટ અને કરીના કપૂર સાથે ઘણા પ્રશ્નો પૂછતા અને મજાક કરતા જોવા મળે છે. વિડીયો પ્રોમોમાં આલિયા ભટ્ટ કોફી વિથ કરણ (Koffee with Karan) સાથે જોડાયેલ પોતાનો અનુભવ જણાવી રહી છે. વીડિયોમાં કરણ જોહર કરીના કપૂરને પૂછે છે કે આલિયા અને તેની વચ્ચે દેવરાણી, જેઠાણી કે ભાભી જેવા કેવા સંબંધો છે? આ પછી કરીના કપૂરના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. આ ઉપરાંત અમીષા પટેલને લઈને પણ કરીનાને પ્રશ્ન પૂછતા તે ગુસ્સે થતી જોવા મળી.

તે ગુસ્સામાં કહે છે, ‘હું કોઈની ભાભી નથી.’ આ સાંભળીને આલિયા ભટ્ટ પોતાની જાતને હસતા રોકી શકતી નથી અને અજાણતા કંઈક કહેવાની ચિંતા વ્યક્ત કરે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સની-બોબી દેઓલ, સારા અલી ખાન અને અનન્યા પાંડે કોફી વિથ કરણ સિઝન 8 (Koffee with Karan) માં જોવા મળ્યા છે. આ તમામ કલાકારોએ કરણ જોહરના શોમાં આવીને ઘણા ખુલાસા કર્યા છે. દીપિકા પાદુકોણ-રણવીર સિંહનો શો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો કારણ કે અભિનેત્રીએ તેમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments