અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે .નવરાત્રીના તહેવાર દરમિયાન AMC આરોગ્ય વિભાગ સતર્ક રહશે અને નાગરિકોનું આરોગ્ય જોખમાય નહી તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આરોગ્ય વિભાગ સાતેય ઝોનમાં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરશે. નવરાત્રી અને દશેરા ના તેહવાર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ફૂડ સેમ્પલ લેવાની કામગીરી કરશે. આ ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજન સ્થળે તેમજ માવો ,પનીર , ઘી, દૂધની બનાવટો તેમજ ફરસાણ ઉત્પાદકો અને વેચાણકર્તા ત્યાં ફૂડ વિભાગ સતર્ક રહી કામગીરી અને સઘન ચેકિંગ કરશે . અમદાવાદ શેરી ગરબા કે સોસાયટીના ગરબામાં ફૂડ સેમ્પલ લેવાની હાલ કોઈ વિચારણા કરવામાં આવી નથી. AMC દ્વારા ખાસ નવરાત્રી દરમિયાન ખાસ કીટ દ્વારા સ્થળ પર જ લેબ રિપોર્ટ આપવાની કામગીરી કરવામાં આવશે અને જો શંકાસ્પદ રીપોર્ટ આવે તો સ્થળ પરજ કાર્યવાહી કરવામાં આવેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન તેમજ દશેરાના તહેવાર નિમિતે સમયસર સેમ્પલ રિપોર્ટ મળશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અને અમદાવાદ શહેરના નાગરિકોનું આરોગ્ય જોખમાય નહી તેવી કામગીરી કરવામાં આવશે.
અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચ રમાવવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે. તંત્ર દ્વારા દર્શકો માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય જેમાં મેટ્રો, એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. બસોમાં પણ વધારો કરાયો છે. અને 22 જેટલી બી.આર.ટી.એસ. બસોનો પણ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ સ્થળો પરથી ક્રિકેટ મેચના દિવસે સતત બસની સગવડ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી નવી 22 બસો બી.આર.ટી.એસ. બસ મુકવામાં આવી છે. જેમાં કુલ 67 બસો નાગરિકોની સુવિધા પૂરી પાડવા સતત સ્ટોપ પરથી મળતી રહેશે. આ બસનો સમય સવારે 6 વાગ્યા થી રાત્રે 1 વાગ્યા સુધીનો રહેશે . અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ સુવિધા અંગે માહિતી આપી હતી.
અમદાવાદમાં ઇસ્કોન અકસ્માત બાદ કોર્પોરેશન ના અધિકારીઓને બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તાકીદ કરવામાં આવી હતી છતાં પણ હજુ પણ મોટા પાયે સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળી રહી છે. બંધ સ્ટ્રીટ લાઇટનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠ્યો હતો.ત્યારે શહેરમાં 1300 લાઈટના પોલ બંધ હાલતમાં છે 25 હાજર માંથી 1300 પોલ બંધ હાલતમાં છે જે ત્યારે નવરાત્રી પહેલા બંધ સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં 1300 લાઈટના પોલ બંધ હાલતમાં છે. અને 1300 લાઈટ પોલ બંધ હાલતમાં છે જે બે દિવસમાં શરૂ કરવા આદેશ અપાયા છે. બંધ લાઈટ પોલનો આંકડો સ્ટેન્ડિંગ કમિટીએ જાહેર કર્યો છે.
અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીમાં વધુ એક અમદાવાદના નાગરિકો માટે સુખાકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ પાણીની ટાંકી સાફ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં 220 પાણીની ટાંકીનું સફાઈ કામ હાથ ધરાશે . નાગરિકો દ્વારા અનેક વિસ્તારોમાં ખરાબ પાણી આવતા સફાઈના આદેશ અપાયા છે. જેમાં તહેવારો પહેલાજ એટલેકે દિવાળી પહેલા તમામ ટાકીઓ સાફ કરવા આદેશ કરવામાં આવ્યો છે. અને લોકોને ચોખ્ખું પાણી મળે તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અપાયા આદેશ આપવામાં આવ્યો છે.