KKR vs LSG : આજે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન માટે ટકરાશે બંને ટીમો, જાણો કોનું પલડું ભારે ?  

0
59
KKR vs LSG
KKR vs LSG

KKR vs LSG :  આજે IPL 2024 ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ઈડન ગાર્ડન્સ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. આ મેચ એટલા માટે પણ રસપ્રદ બની રહી છે કારણ કે ગૌતમ ગંભીરના મેન્ટરશીપમાં રમી ચૂકેલી બે ટીમો આમને-સામને થશે. ગંભીર વર્ષ 2022 અને 2023માં લખનૌ ટીમનો મેન્ટર હતો. હવે તે કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે. આવી સ્થિતિમાં લખનૌની ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કેએલ રાહુલ ગંભીરની રણનીતિથી સારી રીતે વાકેફ હશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

KKR vs LSG :  

KKR vs LSG : કોલકાતાની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેણે ચારમાંથી ત્રણ મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અન્ય ટીમોની સરખામણીમાં કોલકાતાનો નેટ રન રેટ શ્રેષ્ઠ છે. જયારે બીજીબાજુ  લખનૌની ટીમના પણ પાંચ મેચ બાદ છ પોઈન્ટ છે. તેણે ત્રણમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે ટીમ આ મેચ જીતશે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવશે.

KKR vs LSG : હેડ ટૂ હેડ મુકાબલા

KKR vs LSG :  

KKR vs LSG :કોલકાતા અને લખનૌ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે. લખનઉએ આ ત્રણેય મેચ જીતી છે. જો કે ત્યારે ગંભીર લખનૌનો મેન્ટર હતો ત્યારે એલએસજીએ આ ત્રણેય મેચ જીતી હતી. હવે ગંભીર કોલકાતાની સાથે છે તો KKR ટીમ આ રેકોર્ડને સુધારવાનો પ્રયાસ કરશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. 20 મે 2023ના રોજ રમાયેલી આ મેચમાં લખનૌએ કોલકાતાને એક રનથી હરાવ્યું હતું.

KKR vs LSG : બંને ટીમો કેવી સ્થિતિમાં ?

KKR vs LSG :  

KKR vs LSG :ટીમની વાત કરીએ તો કોલકાતા માટે સારા સમાચાર એ છે કે વાઇસ કેપ્ટન નીતિશ રાણા વાપસી કરી રહ્યો છે. તે ફિટ થઈ ગયો છે અને પ્રેક્ટિસ સેશનમાં પણ ટીમ સાથે જોડાયેલો હતો. આ સિવાય ફાસ્ટ બોલર હર્ષિત રાણા પણ ફિટ થઈ ગયો છે અને તે વાપસી માટે તૈયાર છે. આ બંનેની વાપસીથી ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.

જયારે બીજીબાજુ  લખનૌ માટે ખરાબ સમાચાર એ છે કે મયંક યાદવ અને મોહસીન ખાન, બંને ફાસ્ટ બોલર, હજુ સુધી તેમની ઇજામાંથી બહાર આવ્યા નથી. છેલ્લી મેચમાં આ બંનેની ગેરહાજરી ટીમને ખટકી ગઈ હતી. નવીન ઉલ હક પણ છેલ્લી મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ફાસ્ટ બોલર શમર જોસેફને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ સિવાય દેવદત્ત પડિક્કલ આ સિઝનમાં બેટિંગમાં ફ્લોપ રહ્યો છે.  

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.