Kirti Patel Booked Again:વિવાદોનો પર્યાય ગણાતી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણીતા યુટ્યુબર અબજલ સીડાએ કીર્તિ પટેલ અને તેની ટોળકીના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને બે વાર ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
Kirti Patel Booked Again:શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં ભવનાથના મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદ સર્જ્યો હતો. આ અંગે યુટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરી વિરોધ નોંધાવ્યો હતો. અબજલનો આક્ષેપ છે કે:
- તેના વિરોધને કારણે કીર્તિ પટેલના સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને વ્યુઅર્સ ઘટી ગયા હતા.
- આનો બદલો લેવા કીર્તિ અને તેના સાગરીતોએ અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
- રૂપિયા ન આપે તો ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Kirti Patel Booked Again:બે વાર આપઘાતનો પ્રયાસ
આરોપીઓના સતત ફોન અને ગંદી ગાળોથી માનસિક રીતે ભાંગી પડેલા અબજલે પહેલા ઘરે અને ત્યારબાદ જેતપુર પાસે ભાદર નદીના પુલ પર ફિનાઈલ પી લીધું હતું. ૧૦૮ મારફતે તેને હોસ્પિટલ ખસેડાતા હાલ તેની સારવાર ચાલી રહી છે.
Kirti Patel Booked Again:કોની કોની સામે ફરિયાદ નોંધાઈ?
જૂનાગઢ પોલીસે અબજલના નિવેદનના આધારે કુલ 5 લોકો સામે ગુનો નોંધ્યો છે:

- કીર્તિ પટેલ
- દિવ્યા સાવલાણી (જૂનાગઢ)
- જશપાલસિંહ (દિવ્યાનો બોયફ્રેન્ડ)
- હનુ રાણાભાઈ ચાવડા (સુરત)
- વિરમ ચોથાભાઈ મેવાડા (સુરત)
સામસામા આક્ષેપો
બીજી તરફ આરોપી દિવ્યા સાવલાણીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેનું કહેવું છે કે અબજલ TRP મેળવવા માટે આ બધું કરી રહ્યો છે અને તે પોતે અબજલને ઓળખતી પણ નથી.
મહત્વનું છે કે, છેલ્લા 7 દિવસમાં કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં નોંધાયેલી આ ત્રીજી ફરિયાદ છે.




