KING KHAN : કતારે સોમવારે કથિત જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા હતા, સમગ્ર ઘટના પાછળ લોકો ભારતીય મોદી સરકારની વિદેશનીતિની પ્રસંશા કરી રહ્યા છે, વિદેશનીતિમાં ભારતની મોટી જીત બતાવી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે ભાજપના જ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારની નિષ્ફળતા કહી હતી અને કહ્યું કે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવા પાછળ બોલીવુડ સ્ટાર (KING KHAN) શાહરૂખ ખાનનો હાથ છે. વડાપ્રધાન મોદીએ કતાર પ્રવાસમાં શાહરૂખ ખાનને સાથે લઇ જવો જોઈતો હતો.
KING KHAN : ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિસાન સાધતા કહ્યું કે, “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને કતાર લઈ જવો જોઈએ, તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UAE અને કતાર મુલાકાતને લઈ ટ્ટવિટ કર્યું હતુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, “આગામી બે દિવસમાં, હુ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે UAE અને કતારની મુલાકાતે જઈ રહ્યો છું.જે આ બંન્ને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે.
પ્રધાનમંત્રી મોદીના ટ્ટવિટ બાદ સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું કે, “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને તેમની સાથે કતાર લઈ જવા જોઈએ કારણ કે MEA અને NSA કતારના શેખને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. મોદીએ ખાનને દરમિયાનગીરી કરવા વિનંતી કરી, અને આ રીતે કતાર પાસેથી 8 પૂર્વ નૌસૈનિકોને છોડાવવામાં મદદ મળી હતી. શેખે આખરે દેશના નૌકાદળના પૂર્વ અધિકારીઓને મુક્ત કર્યા હતા.
જોકે હવે સમગ્ર ઘટના મામલે શાહરૂખ ખાનની ટીમે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે એવું કંઈ નથી. આમાં કિંગ ખાનનો કોઈ હાથ નથી.
KING KHAN : શાહરૂખની ટીમે જારી કર્યું નિવેદન
શાહરૂખ ખાનની ટીમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નિવેદન શેર કર્યું છે. કતારથી નૌકાદળના અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાન સામેલ હોવાનું કહેવાય છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તેની આમાં કોઈ સંડોવણી નથી. આ રિલીઝ ભારત સરકારના કારણે જ થઈ છે. ખાનને આની સાથે કોઈ લેવાદેવા નથી.
સાથે જ અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે આપણા દેશના નેતાઓ જ કૂટનીતિ સારી રીતે જાણે છે. મિસ્ટર ખાન અન્ય ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓના સુરક્ષિત વાપસીથી ખુશ છે અને તેમને શુભેચ્છા પાઠવે છે.
KING KHAN : શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ પોસ્ટ શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘શાહરુખ ખાનની ઓફિસ તરફથી સત્તાવાર નિવેદન. નોંધનીય છે કે પૂજા દદલાની ઘણા વર્ષોથી શાહરૂખ ખાનની મેનેજર છે. તે શાહરૂખના પ્રોજેક્ટ્સથી લઈને ઈવેન્ટ્સ અને રજાઓ પર જવાનું બધું જ ધ્યાન રાખે છે. બંને વચ્ચેનો સંબંધ પણ ઘણો ઊંડો છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे