Kidney stones : આ 5 વસ્તુથી રહો દુર, પથરી કદી થશે જ નહિ   

2
119
Kidney stones
Kidney stones

Kidney stones :  શું તમે પથરીની બીમારી થી પીડાઓ છો ? તમને યુરિક એસીડ વધવાથી પથરીની સમસ્યા રહે છે? સંધિવાની બીમારી તમારા માટે અસહાયક બની ગઈ છે તો એક વાત સમજી લો આ શિયાળો તમારા માટે હજુ પણ વધારે પીડાદાયક થઇ શકે છે. કેમ કે શિયાળામાં    શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવાથી સંધિવા કે પથરી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને શિયાળામાં ખાનપાનનું ધ્યાન ના રાખવામાં આવે તો યુરિક એસિડ લેવલ ઓર વધી શકે છે

Kidney stones

Kidney stones :   યુરિક એસિડ એક વેસ્ટ ઉત્પાદક છે જે પ્યૂરિનના તૂટવાથી બને છે. પ્યૂરિન દરરોજ ભોજનમાં લેવાતા ખાદ્યપદાર્થોમાં જોવા મળતો પદાર્થ છે. યુરિક એસિડનું લેવલ વધવાથી સંધિવા અને કિડનીની પથર જેવી સ્થિતિઓ ઉત્પન્ન થઇ શકે છે.હાઇ યુરિક એસિડ, સંધિવા અને ગાઉટની સમસ્યા હોય તેવા દર્દીઓએ શિયાળામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે. ત્યારે આજે અમે તમને ડોકટરની સલાહ મુજબ બતાવીશું કે યુરિક એસીડ પથરી બને તે પહેલા જ કેટલાક ઉપાયથી પથરીને બનતા પહેલા જ શરીરમાંથી બહાર ફેંકી દે છે.

વાંચો આ ડોકટરે સુચવેલા 5 સસ્તા ઉપાયો  | 5 remedies suggested by this doctor   Kidney stones

રેડ મીટ અને સીફૂડ્સ | Red meat and seafood

Kidney stones

કોઇ પણ પ્રકારના લાલ માસમાં પ્યૂરિનની માત્રા વધારે હોય છે જે યુરિક એસિડ વધારી શકે છે. આ સિવાય કેટલાંક સમુદ્રી ભોજન જેમ કે  એન્કોવી, સાર્ડિન, મસલ્સ અને સ્કેલપ્સ પ્યૂરિનથી ભરપૂર હોય છે અને યુરિક એસિડ લેવલ વધારી શકે છે.

આલ્કોહોલ | Alcohol

Kidney stones

શિયાળામાં લોકો આલ્કોહોલનું વધારે સેવન કરે છે જે તમારાં સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. ખાસ કરીને બીયરને હાઇ યુરિક સ્તર સાથે જોડવામાં આવે છે. તેનાથી ડીહાઇડ્રેશન પણ થઇ શકે છે અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓ પણ ઉભી થઇ શકે છે.

ઓર્ગન મીટ અને પ્રોસેસ્ડ ફૂડ્સ | Organ meats and processed foods

Kidney stones

લિવર અને કિડની (Kidney stones) જેવા ઓર્ગન મીટમાં પણ પ્યૂરિનની માત્રા વધારે હોય છે તેથી તેનું નિયંત્રિત માત્રામાં સેવન કરવું જોઇએ. આ જ પ્રકારે પ્રોસેસ્ડ ફૂડ્સ જેમાં શુગર અને પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ સામેલ છે તે યુરિક એસિડના સ્તરમાં વધારો કરવામાં યોગદાન કરે છે.

હાઇ ફ્રૂક્ટોઝ કોર્ન સિરપ અને શુગરી ડ્રીંક્સ | High fructose corn syrup and sugary drinks

Kidney stones

હાઇ ફ્રૂક્ટોઝ કોર્ન સિરપવાળા ખાદ્ય પદાર્થ અને પીણા જેમ કે અમુક પ્રકારની સોડા, સ્વીટ સ્નેક્સ યુરિક એસિડને વધારવામાં યોગદાન કરી શકે છે. આ જ પ્રકારે શુગરી ડ્રીંક્સના વધારે સેવનથી પણ યુરિક એસિડ વધવાનું જોખમ રહેલું છે

શાકભાજી, મેંદો અને ડેરી પ્રોડક્ટ્સ | Vegetables, flour and dairy products

Kidney stones

સામાન્ય રીતે શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, પરંતુ યુરિક એસિડના દર્દીઓ માટે પાલક, શતાવરી, ફુલાવરમાં પ્યૂરિનની માત્રા વધારે હોય છે તેના સેવનથી આ સમસ્યા વધી શકે છે. આ સિવાય રિફાઇન્ડ અનાજથી બનેલા ખાદ્ય પદાર્થ જેમ કે, સફેદ બ્રેડ અને પાસ્તા યુરિક એસિડ વધારે છે. ઉપરાંત ફેટવાળા ડેરી પ્રોડક્ટ્સ પણ ગાઉટના જોખમોમાં વધારો કરે છે, તેથી જ હેલ્થ એક્સપર્ટ્સ લૉ ફેટ ઓપ્શન પસંદ કરવાની સલાહ આપે છે.

આ 5 વસ્તુઓને અવોઇડ કરવાથી તમે તમારા શરીરમાં વધતા યુરિક એસિડને રોકી શકો છો અને ભવિષ્યમાં થનાર પથરી (Kidney stones) કે સંધિવાના રોગથી બચી શકો છો,

કિડની રોગના લક્ષણોને અવગણશો નહીં | Don’t ignore the symptoms of Kidney stones

કિડનીની બીમારી સામાન્ય રીતે પ્રારંભિક તબક્કામાં શાંત હોય છે. સીરમ ક્રિએટીનાઈન અને યુરીન આલ્બ્યુમિન ડિટેક્શન જેવા ટેસ્ટની મદદથી તેનું નિદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પછીના તબક્કામાં, કિડનીની સમસ્યાથી પીડાતા દર્દીઓને આખા શરીરમાં સોજો, પેશાબમાં ફીણ અને ક્યારેક લોહીનો અનુભવ થઈ શકે છે.

કિડનીનું કાર્ય નબળું પડવાથી શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે, જેના કારણે કમરનો દુખાવો, પેટ અને પાંસળીમાં દુખાવો, ખંજવાળ, ત્વચાની શુષ્કતા પણ કિડનીની બિમારીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર એ કિડનીની સમસ્યાઓના સૌથી સામાન્ય અને પ્રારંભિક ચેતવણી ચિહ્નોમાંનું એક છે.

નોંધ : vr live નો આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

તમે આ પણ વાંચી શકો છો

વજન ઘટાડવા લીંબુ પાણી પીવાનું બંધ કરો, આ રહ્યા અન્ય હેલ્થી વિકલ્પ

2 COMMENTS

Comments are closed.