અસારવા સિવિલમાં આપવામાં આવતી તાવની દવા ખલાસ

0
58

અસારવા સિવિલમાં 1200 બેડની બાળકો માટે સ્પેસીઅલ વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે  તે વચ્ચે માહિતી અનુસાર હોસ્પિટલના બાળરોગ વિભાગમાં તાવ માટે જરૂરી પેરાસિટામોલ સિરપ જ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે જેના કારણે ગરીબ- મધ્યમ વર્ગના દર્દીઓને નાછૂટકે બહારથી દવા લેવી પડે છે. છેલ્લા દોઢેક મહિનાથી આવી પરિસ્થિતિ છે પરંતુ હજુ સુધી આ જરૂરી દવાનો જથ્થો આવ્યો નથી.દર્દીના સગાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યંત જરૂરી સિરપ હોસ્પીટલમાં ઉપલબ્ધ ના હોવાથી લોકો પરેશાનીમાં મુકાયા છે સાથેજ બીજી તરફ સિવિલ તંત્ર પુરતી દવા હોવાનો દાવો કરે છે. સાથેજ સિવિલના ટ્રોમા સેન્ટરમાં પણ શરદી, ખાંસી,અને તાવ જેવા રોગના કિસ્સામાં જરૂરી એન્ટિબાયોટિકની દવાઓ પણ ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સામે આવી હતી. આમ સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાના સ્ટોકના અભાવે દર્દીઓને ખાનગી મેડિકલ સેન્ટર પરથી મોંઘીદાટ દવાની ખરીદી કરવી પડે છે.