KejriwalArrested : કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા  

0
72
KejriwalArrested
KejriwalArrested

KejriwalArrested : રાઉઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી વધુ 4 દિવસ લંબાવી છે. આ પહેલા કોર્ટમાં 39 મિનિટ સુધી સુનાવણી ચાલી હતી. કેજરીવાલે પોતે આ કેસની દલીલ કરી હતી. આમ કરનાર તેઓ દેશના પહેલા સિટિંગ સીએમ બન્યા છે.

KejriwalArrested :  EDએ કોર્ટ પાસે કેજરીવાલની વધુ 7 દિવસની કસ્ટડી માગી હતી. દલીલો સાંભળ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો . કોર્ટમાં સુનાવણી બપોરે 1.59 વાગ્યે શરૂ થઈ અને 2.39 વાગ્યે સમાપ્ત થઈ હતી.

KejriwalArrested

KejriwalArrested : આ તરફ, જ્યારે કેજરીવાલ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે એલજીએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે.

KejriwalArrested : કેજરીવાલે પોતાની ધરપકડનો વિરોધ કરતાં કહ્યું કે આ કેસમાં મારું નામ માત્ર ચાર જગ્યાએ આવ્યું છે. 3 નિવેદનો આપવામાં આવ્યા હતા અને તેમાંથી તે નિવેદન કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યું હતું, જેમાં મને ફસાવવામાં આવ્યો હતો. શું આ 4 નિવેદનો મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે?

ARVIND KEJRIWAL
ARVIND KEJRIWAL

KejriwalArrested :  આ તરફ, જ્યારે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે એલજીએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો