Kejriwal vs ED : કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટનો ઝટકો, વચગાળાની રાહત આપવાનો કર્યો ઇન્કાર   

0
168
Kejriwal vs ED
Kejriwal vs ED

Kejriwal vs ED  : AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને ગુરુવારે (21 માર્ચ) દારૂ નીતિ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ફટકો લાગ્યો છે. હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.

Kejriwal vs ED

Kejriwal vs ED: દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝાટકો આપ્યો છે. ગુરુવારે કોર્ટે કહ્યું કે, તેમણે ધરપકડમાંથી કોઈ રાહત નહીં મળે. EDના સમન પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થતા ન હતા, તેમણે કોર્ટ સમક્ષ તે વાતની શ્યોરિટી માગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ કરવામાં નહીં આવે. જેના પર કોર્ટે કહ્યું કે, સમનના જવાબમાં કેજરીવાલને ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ રોક નહીં થઈ શકે.

Kejriwal vs ED  : EDના સમનના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટે ED પાસે પુરાવા માગ્યા હતા. જે બાદ EDના અધિકારી પુરાવા લઈને જજની ચેમ્બરમાં પહોંચ્યા હતા. પુરાવાની ફાઈલને હવે જજ જોઈ રહ્યાં છે. માનવામાં આવે છે કે પુરાવા જોયા બાદ જજ આજે જ આ મામલે કોઈ મોટો નિર્ણય આપી શકે છે.

Kejriwal vs ED

Kejriwal vs ED  : કેજરીવાલે EDના સમન મામલે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુનાવણી દરમિયાન EDની નોટિસ પછી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પૂછપરછ માટે આવતા પહેલા ધરપકડ ન કરવાની ગેરંટી માગી હતી. CM કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે- EDની સામે પૂછપરછ માટે આવશે, પરંતુ કોર્ટમાં EDએ કહ્યું કે તેમની વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે. કોર્ટની પ્રોસીડિંગમાં સવાલ ઉઠ્યો હતો કે, સમન સુનાવણી યોગ્ય છે કે નહીં. જેના પર EDએ કહ્યું કે સમન સુનાવણી યોગ્ય છે કે નહીં. જે વાત પર સુનાવણી 22 એપ્રિલે થશે, જે માટે 22 એપ્રિલની તારીખ નક્કી થઈ છે.

Kejriwal vs ED

Kejriwal vs ED  : વચગાળાની રાહતના આદેશને નિયમ ન માની શકાયઃ ED


ED દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે વચગાળા આદેશને પૂર્વ પ્રમાણ એટલે કે પ્રિસિડન્ટ તરીકે ન લઈ શકો. ASGએ પ્રોટેક્શન આપવા માટેના આદેશોનો હવાલો આપવા પર કહ્યું કે વચગાળાની રાહતના આદેશને નિયમ ન ગણી શકાય. કોર્ટે EDને પૂછ્યું કે તમે એક પછી એક સમન મોકલી રહ્યાં છો. તમે ધરપકડ કેમ નથી કરી? કોણ રોકી રહ્યું છે? EDના વકીલ ASG એસવી રાજૂએ કહ્યું કે- અમને ખબર નથી કે તેમણે કોણે કહી દીધું છે કે અમે ધરપકડ કરવા માટે તેમણે બોલાવી રહ્યાં છીએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો