Kejriwal in Tihar : દિલ્હી લીકર પોલીસી કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે કેજરીવાલ આગામી 15 દિવસ તિહાર જેલમાં જ રહેશે.
Kejriwal in Tihar : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી તેને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ કોર્ટમાં જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી.
Kejriwal in Tihar : અરવિંદ કેજરીવાલની હાજરી દરમિયાન પત્ની સુનીતા, AAP નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી, ગોપાલ રાય સહિત ઘણા નેતાઓ હાજર હતા. 28 માર્ચે કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપી ન હતી અને તેમને 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી.
Kejriwal in Tihar : કેજરીવાલે જેલમાં આ વસ્તુઓની માંગ કરી હતી
કેજરીવાલના વકીલે જેલમાં કેટલીક દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. તેમજ ત્રણ પુસ્તકોની માંગણી કરવામાં આવી છે, જેમાં રામાયણ, પત્રકાર નીરજ ચૌધરી દ્વારા વડાપ્રધાન કેવી રીતે નિર્ણય લે છે, અને મહાભારત. કેજરીવાલના વકીલે વિશેષ આહારની માંગણી કરી છે. અરવિંદ કેજરીવાલે તેમનું લોકેટ અને ટેબલ ખુરશી પણ માંગી છે.
Kejriwal in Tihar : EDએ ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી
કોર્ટે કહ્યું કે તે EDને તેની સમક્ષ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપે છે કારણ કે તે ટ્રાયલ કોર્ટના આદેશ મુજબ કસ્ટડીમાં છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેણે અરજદારના અધિકારક્ષેત્ર પર કોઈ ટિપ્પણી કરી નથી. EDએ ન્યાયિક કસ્ટડીની માંગણી કરી છે. ASGએ કહ્યું કે કેજરીવાલે હજુ સુધી પાસવર્ડ શેર કર્યા નથી. રમેશ ગુપ્તા અને એએસજી રાજુ વીડિયો કોલ દ્વારા જોડાયેલા છે.
Kejriwal in Tihar : EDના વકીલે કહ્યું- કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા
ASG રાજુએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. રાજુએ કહ્યું કે કેજરીવાલ સવાલોના સીધા જવાબ નથી આપી રહ્યા. કોર્ટને આ બધું કહેવાનો હેતુ એ છે કે ED ભવિષ્યમાં પણ કેજરીવાલની કસ્ટડીની માંગ કરી શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો