Rupala : લોકસભા ચૂંટણીને (loksabha election )લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલના સાંસદ મોહન કુંડારિયા એ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરષોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે. રાજકોટ (Rajkot)લોકસભા બેઠક પર આવા સંજોગોમાં મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે. મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે. ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી. પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા સમીકરણો બદલાઇ શકે છે.
Rupala : ભાજપનો હાલ પુરતો નનૈયો
Rupala : રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી પરષોત્તમ રૂપાલાનું નામ બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે અથવા તો બીજેપી તેમને અન્ય બેઠક પરથી લડાવી શકે છે. જોકે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ એ જણાવ્યું હતું કે ઉમેદવાર બદલવાની વાત ખાલી અફવા છે અને આ બધી વાતોમાં કોઈ તથ્ય નથી મોહનભાઈ એ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું હોવાથી તેમણે સર્ટિફિકેટ કઢાવ્યા છે.
Rupala : રૂપાલાને દિલ્હીનું તેડું
Rupala : ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવી ગયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે એ વાતને નકારી કાઢી હતી કે તેમને દિલ્હીથી કોઈ તેડું આવ્યું છે. એના પર ખુલાસો કરતાં તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ.
Rupala : માફી બાદ રૂપાલાની મુશ્કેલી યથાવત છે
Rupala : પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. પરંતુ કરણી સેના સહિત સમાજના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી ન હતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો