ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય

2
95
e-cigarettes
e-cigarettes

ઈ-સિગારેટ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક સ્પષ્ટતામાં કહ્યું છે કે ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય ઉપકરણો કોઈપણ સ્વરૂપમાં કે જથ્થામાં રાખવા એ ઈલેક્ટ્રોનિક સિગારેટના નિષેધ અધિનિયમ (PECA) 2019નું ઉલ્લંઘન માનવામાં આવશે.

2 3

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ સ્પષ્ટતા ગયા મહિને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવી છે, જે પ્રતિબંધના અમલીકરણને વધુ મજબૂત બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે જો કે PECAમાં ઈ-સિગારેટના વ્યક્તિગત ઉપયોગ પર પ્રતિબંધનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ એક કાયદો ઈ-સિગારેટના ઉત્પાદન, ઉત્પાદક, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ અને જાહેરાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

e cigarettes

આરોગ્ય મંત્રાલયના નાયબ સચિવ ડૉ. પુલકેશ કુમારે જણાવ્યું હતું કે, “PECA, 2019 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યા વિના દેશમાં કોઈપણ જથ્થામાં ઈ-સિગારેટ રાખવાનું શક્ય નથી.” પ્રતિબંધમાં ઈ-હુક્કા અને તેના જેવા અન્ય ઉત્પાદનોના સાધનો પર પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે.

cigarettes

 સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ કાયદો જાહેર આરોગ્યના હિતમાં અને લોકોને નુકસાનથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. ભારે દંડ અને કેદની જોગવાઈ હોવા છતાં ઈ-સિગારેટ એ તમાકુના વિક્રેતાઓ, જનરલ સ્ટોર્સ અને ઓનલાઈન ફોરમ સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી આસાનીથી વ્યાપકપણે ઉપલબ્ધ હોવાનું નોંધાયું છે.

Hookah and E Hookah

આરોગ્ય મંત્રાલયે PECA હેઠળ ઉલ્લંઘનની જાણ કરવા માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કર્યું છે. સરકારે યુવાનોમાં વધતા ઈ-સિગારેટના ઉપયોગમાં વ્યાપક વધારા અંગે પણ ચિંતા પણ વ્યક્ત કરી છે.

મે મહિનામાં મંત્રાલયે PECA એક્ટના અસરકારક અમલીકરણ માટે જાહેર નોટિસ બહાર પાડી હતી. બાદમાં જુલાઈમાં મંત્રાલયે ઈ-સિગારેટનું વેચાણ કરતી 15 વેબસાઈટને નોટિસ મોકલીને આ પ્રકારના ઉત્પાદનોની જાહેરાત અને વેચાણ બંધ કરવા જણાવ્યું હતું.

દેશ, દુનિયા અનેહેલ્થને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

બિહાર : જાતિ સર્વે ના પરિણામ જાહેર થયા બાદ નીતિશે જણાવી ભવિષ્યની યોજના, બીજેપી કાળઝાળ

ઇન્સ્ટાગ્રામમાં અવનીત કૌર સાથે વાત કરતા દીકરાને માતાએ થપ્પડ મારી, યુઝર્સ લઇ રહ્યા છે મજા

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

આખરે 22 ડિસેમ્બરે પ્રભાસની ‘સાલાર’ અને SRKની ‘ડંકી’  સિનેમાઘરોમાં અથડાશે

Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ

2 COMMENTS

Comments are closed.