Kathua : જમ્મુ કાશ્મીરમાં પાછલા થોડા સમયથી આતંકી ઘટનાઓમાં મોટા પાયે વધારો નોંધાઈ રહ્યો છે. ભારતીય સુરક્ષાદળો તેનો મુહતોડ જવાબ પણ આપી રહ્યા છે, ત્યારે આજે જમ્મુ ડીવીઝનના કઠુઆમાં વધુ એક આતંકી હુમલાની ઘટના સામે આવી છે, જેમાં 4 ભારતીય જવાન શહીદ થયાના સમાચાર સુત્રો પાસેથી સામે આવ્યા છે.

Kathua : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવરમાં સોમવારે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ ઘટના લોહી મલ્હાર બ્લોકના માચેરી વિસ્તારના બદનોટા ગામમાં બની હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર જવાન શહીદ થયા છે અને છ જવાન ઘાયલ થયા છે.

Kathua : સતત 2 દિવસમાં બીજો હુમલો
પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ મછેડી વિસ્તારમાં સર્ચ કરી રહી હતી. સર્ચ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. વિસ્તારમાં વધુ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. બે મહિનામાં સેનાના વાહન પર આ બીજો આતંકવાદી હુમલો છે. જ્યારે બે દિવસમાં સેના પર આ બીજો હુમલો છે. ગઈ કાલે રવિવારે સૈન્ય ચોકી પર હુમલો થયો હતો.

Kathua : આ પહેલા 4 મેના રોજ પૂંછના શાહસિતાર વિસ્તારમાં એરફોર્સના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા અને 4 અન્ય જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર ગોળીબાર કર્યો હતો. આમાંનું એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને પાર કરી ગઈ હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો