KATHI KSHATRIY SAMAJ :  કાઠી ક્ષત્રીય સમાજ રાજપૂતોના આંદોલનની સાથે જ, ગતરોજની પત્રકાર પરિષદ અર્ધસત્ય

0
153
KATHI KSHATRIY SAMAJ
KATHI KSHATRIY SAMAJ

KATHI KSHATRIY SAMAJ :  હાલ ક્ષત્રિય સમાજ રૂપાલા સામે વ્યાપક વિરોધ કરી રહ્યો છે તેની સાથે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં કાઠી ક્ષત્રિય સમાજ પણ જોડાયેલ છે ત્યારે આશ્ચર્યજનક રીતે ગતરોજ રાજકોટ ભાજપ કાર્યાલયે કેટલાક કાઠી આગેવાનોએ પત્રકાર પરિષદ બોલાવીને રૂપાલાને સમર્થન આપવાની અને આ સમાજ દ્વારા આંદોલન પૂરું કરવાની વાત કરતા ચર્ચા જાગી હતી, જો કે બીજી તરફ આજે કાઠી ક્ષત્રિય રજવાડાના આગેવાનો દ્વારા ગઈકાલની પ્રેસ કોન્ફરન્સને અર્ધસત્ય જણાવી હતી અને સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ રાજપૂતોની સાથે જ છે તેમ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું.

KATHI KSHATRIY SAMAJ

KATHI KSHATRIY SAMAJ : કોઇનું પેટનું પાણી હલતું ના હોય તો આવું વર્તન કેમ…?

KATHI KSHATRIY SAMAJ

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપભાઇ ખુમાણે કહ્યું કે અમારે અંદરો અંદર કોઇ વિખવાદ નથી. ગઇ કાલે કહેવાયું કે રાષ્ટ્રીય લેવલે મોદીને ધ્યાનમાં રાખીને જતું કરવું જોઇએ પણ મારો સવાલ એ છે કે ભાજપનો કોઇએ વિરોધ કર્યો નથી. ઉપવાસી મહિલાઓ પણ ઉમેદવારનો વિરોધ કરે છે. અમે કહીએ છીએ કે ખાલી કમળ ઉભું રાખશો તો પણ જીતાડવાની અમારી જવાબદારી છે. અહીં વ્યક્તિનો પણ વિરોધ નથી. અમારા આવેદનપત્રમાં પણ રુપાલા સાહેબ લખવામાં આવ્યું છે. ક્યાંય મર્યાદા ચુકી નથી પણ સહનશક્તિની મર્યાદા હોય કારણે હવે વિચારવાનું છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે છે અને નેતૃત્વ પ્રત્યે માન છે. પણ ક્યા સુધી…. ? કોઇનું પેટનું પાણી હલતું ના હોય તો આવું વર્તન કેમ…?

KATHI KSHATRIY SAMAJ :   સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ રાજપૂતોના આંદોલન સાથે જોડાયેલો

KATHI KSHATRIY SAMAJ

આજે રાજકોટ ક્ષત્રીય સમાજ ભવન ખાતે કાઠી ક્ષત્રીય રજવાડાના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અમરેલી ભાવનગર સહીત અનેક નાના મોટા કાઠી ક્ષત્રીય સમાજના રજવાડાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ગતરોજ કરવામાં આવેલી કાઠી સમાજની પ્રેસ કોન્ફરન્સને અર્ધસત્ય ગણવામાં આવ્યું હતું, અને સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ રાજપૂતોના આંદોલન સાથે જોડાયેલો છે અને રવિવારે રાજકોટમાં યોજાનાર મહાસંમેલનમાં ભાગ પણ લેશે તેવી જાહેરાત કરી હતી,

KATHI KSHATRIY SAMAJ :  ઠેર ઠેર કાઠી સમાજ રૂપાલાનો કરી રહ્યા છે વિરોધ

KATHI KSHATRIY SAMAJ

આજે રાજુલા-જાફરાબાદ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની વિરુદ્ધ આવેદનપત્ર આપીને જે વાણી વિલાસ કર્યો છે, રજવાડાની બહેન દિકરીઓ માટે ટીપ્પણી કરીને ક્ષત્રિય સમાજને નીચો દેખાડવા પ્રયાસ કરેલ છે તે સામે રોષ વ્યક્ત કરીને ટિકીટ રદ કરવા માંગણી કરાઈ હતી. રાજકોટની પ્રેસ કોન્ફરન્સનો કાઠી ક્ષત્રિય સમાજમાં વિરોધ ઉઠ્યો છે. બોટાદના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે જેમ જયરાજસિંહના સમાધાનથી સમાજ સહમત ન્હોતો તેમ રાજકોટમાં કહેલી આ વાતથી કાઠી દરબારો સહમત નથી. રામકુભાઈ કરપડાએ ભાજપ કાર્યાલયથી આવી વાત કરનાર કાઠી ક્ષત્રિય આગેવાનોને આવતીકાલે જવાબ આપવાની વાત કહી છે.

KATHI KSHATRIY SAMAJ :  સુરેન્દ્રનગર કાઠી ક્ષત્રિય સમાજના અનેક આગેવોનીની સહીથી રાજપૂત સંસ્થાઓના દરેક લડાઈ રણનીતિમાં અમે સાથે છીએ તેમ નિવેદન જારી કર્યું છે. ધારી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રીને પત્ર લખીને રૂપાલાની ટિકીટ રદ કરવા માંગણી કરી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.