Kargil Vijay Diwas :  શોર્ય..સાહસ અને વીરતાનો દિવસ એટલે કારગીલ વિજય દિવસ

0
179
Kargil Vijay Diwas
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas :  દર વર્ષે 26 જુલાઇના દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ-કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને  ભારતને વિજય આપવી ‘ઓપરેશન વિજય’  સમાપ્ત કર્યું હતું.

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas :   ભારતના વીર સપૂતોનો એ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. ત્યારથી દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કારગિલ યુદ્ધની કેટલીક વીરતાભરી વાતો..

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas :   શોર્ય..સાહસ અને વીરતાનો દિવસ એટલે કારગીલ વિજય દિવસ

  • ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ થયો
  • ફેબ્રુઆરી 1999માં શાંતિપૂર્ણ સમાધાનના વચન પર હસ્તાક્ષર બાદ પણ પાકિસ્તાને ભારતીય સીમામાં કરી ઘુષણખોરી
  • 3 મે 1999ના રોજ તાશી નામગ્યાલ નામના એક સ્થાનિક ચરવાહે સરહદ પર ઘુષણખોરીની આપી માહિતી
  • 5 મેના રોજ ભારતીય સેનાના પાંચ જવાનોને બંધક બનાવીને પાકિસ્તાની ઘુષણખોરો એ કરી હત્યા
  • 8 મે 1999 ના રોજ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ કારગિલની ટોચ પર જોવા મળ્યા
  • ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ શરુ થયું હતું
  • આ યુદ્ધમાં 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો અને આ યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું .
  •  9 જૂનના રોજ ભારતીય સેનાએ બાલ્ટિક ક્ષેત્રમાં 2 ચોકીઓ પર કબજો કર્યો
  •  13 જૂને દ્રાસ સેક્ટરમાં તોતોલિંગ ખાતે ધ્વજ ફરકાવ્યો
  • 29 જૂને ભારતીય સૈન્યએ વધુ બે મહત્વપૂર્ણ પોઇન્ટ 5060 અને પોઇન્ટ 5100 કબજે કરી
  • 2 જુલાઈના રોજ કારગિલમાં ત્રિપલ હુમલો કરવામાં આવ્યો હતો,
  • 4 જુલાઈના રોજ ટાઇગર હિલ પર ભારતીય સેનાએ કબ્જો કર્યો હ
  • 5 જુલાઇએ ભારતીય સેનાએ દ્રાસ પર કબ્જો કર્યો
  • 7 જુલાઇના રોજ જુબાર શિખર પર ભારતીય ધ્વજ ફરકાવ્યો
  • 11 જુલાઇએ ફરી એકવાર બટાલિકના મુખ્ય શિખરો પર ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો
  • 14 જુલાઈ 1999ના રોજ  વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયની સફળતાની જાહેરાત કરી
  • 26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો
  • કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા, જેમાં કેપ્ટન વિક્રમ બત્રા પણ હતા.
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas :   આજે પણ ભારતીય જવાનોના એ જાબાઝ જવાનોની વીરગાથા ભારતીયોના નસે નસમાં ફેલાયેલી છે, 26 જુલાઈના રોજ સત્તાવાર યુદ્ધ વિજયની ઘોષણાના દિવસને આખું ભારત વિજય દિવસના રૂપમાં મનાવે છે, VR LIVE ન્યુઝ ભારતના એ જાંબાઝ જવાનોની બહાદુરીને સલામ કરે છે..જય હિંદ…જય હિંદ કી સેના…       

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો