કાંગારૂ મધર કેર

0
207

કાંગારૂ મધરકેર આજના સમયમાં ખુબજ ઉપયોગી બને છે. કાંગારૂ મધરકેર બાળકને મૃત્યુ તરફ જતું અટકાવે છે. જેમ એક કાંગારૂ પોતાના બાળકને રાખે છે તેમ એક માતા જો પોતાના બાળકોને છાતીના ભાગે રાખે છે તો બાળક માટે તે ખુબ જ ઉપયોગી બને છે.

કાંગારૂ મધર કેરમાં શું કરવામાં આવે છે ?

મધર કેરમાં બાળક અને માતાની ત્વચાને સંપર્કમાં રાખવામાં આવે છે. બાળકને માતાની ત્વચાની નજીક રાખવાથી બાળકના શરીરમાં ગરમી બની રહે છે અને માતાને સારી રીતે સાંભળી શકે છે, સૂંઘી શકે છે અને મહેસૂસ પણ કરી શકે છે.

FF4ZAaNyHCM3Rjomt3wiHh 1200 80

કાંગારૂ મધર કેરના ફાયદા શું છે ?

  • બાળકોના શરીરનું તાપમાન જણવાઈ રહે
  • બાળક ઠંડું પડતા બચાવી શકાય
  • બાળકના શરીરનું વધતું તાપમાન અટકાવી શકાય
  • બાળકોને ચેપ લાગવાની શક્યતા ઓછી રહે
  • માતાને ધાવણ પ્રમાણસર વધુ આવે
  • બાળકનો માતા સાથેનો સંપર્ક વધે
  • બાળકને શ્વાસ લેવામાં તકલીફ નથી થતી
  • બાળકના હ્રદયના ધબકારાની નિયમિતતા જણવાઈ રહે