Kangana Ranaut : હાલમાં જ ભાજપે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. તેમના નામની જાહેરાત બાદથી જ ફિલ્મ સ્ટાર્સ સહિત રાજકારણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે અભિનેત્રી વિશે એક પોસ્ટ કરી છે જેનાથી વિવાદ સર્જાયો છે.
Kangana Ranaut : ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો
વાસ્તવમાં, સુપ્રિયાએ કંગનાની તસવીર સાથે વાંધાજનક પોસ્ટ શેર કરી હતી, જેના પછી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે આ પોસ્ટને બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ આ મામલે વિવાદ અટકતો જણાતો નથી. હવે આ પોસ્ટ પર કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
Kangana Ranaut : કંગનાએ પ્રતિક્રિયા આપી
કંગનાએ સુપ્રિયાની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું રાણીમાં નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં જાસૂસ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં રાક્ષસ સુધી. રજ્જોની વેશ્યાથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી તમામ સ્ત્રી જાતને ગૌરવ અપાવે તેવા રોલ મેં કર્યા છે આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેમના શરીરના અંગો વિશે ઉત્સુકતાથી ઉપર ઊઠવું જોઈએ. આપણે સેક્સ વર્કરોના પડકારરૂપ જીવન અથવા સંજોગોનું વર્ણન કરવા માટે આવા અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દરેક સ્ત્રી તેના ગૌરવને પાત્ર છે…”
Kangana Ranaut : સુપ્રિયાએ આ અંગે સ્પષ્ટતા કરી
જોકે સમગ્ર મામલે હવે સુપ્રિયાની પણ પ્રતિક્રિયા સામે આવિ છે, સુપ્રિયાએ પોતાના શોશિયલ મીડિયા એકાઉંટમાંથી માહિતી આપતા જણાવ્યું છે કે મારા એકાઉન્ટનું એક્સેસ ઘણા બધા લોકો પાસે છે, તેમાંથી કોઈએ આ પોસ્ટ કરી છે, હું આવી ગંભીર ભૂલ ના કરી શકું, હું આ અંગે તપાસ કરી રહી છુ..
IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો