કાળી ચૌદશ #kalichaudas #kalichaudasmahima #kalichaudaspooja – આ પ્રયોગો કાળી ચૌદશે કરો ભૂત પ્રેત શત્રુ બાધા દૂર થશે આ અંગે પ્રચીન પ્રયોગો માં જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કાળીચૌદસ ના આ પર્વ માં -યંત્ર મંત્ર સાધના તેમ કાલીપૂજા-યંત્રપૂજા
કાળીચૌદસ દિવસ અને રાત્રે ઉગ્ર દેવી દેવતાઓની પૂજા થાય મહાકાળી ભૈરવ, બટુકભૈરવ, વીર, હનુમાન, દશ મહાવિદ્યા વગેરે ની આરાધના અને મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ અને રાત ગણાય જે શીઘ્ર ફળ આપે છે
કાળી ચૌદશ શુભ મુહર્ત
19 ઓક્ટોબર, રવિવાર
સવારે 8.05 થી 12.34 ચલ લાભ અમૃત ,સાજે 6.09 થી 10.51 શુભ અમૃત ચલ
શત્રુ ભય કષ્ટ બાધા થશે દૂર આ મંત્ર પ્રયોગ થી મળશે રક્ષણ
મંત્ર વગર દેવી દેવતા ની પૂજા ફાળવી કઠિન છે , ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે મંત્ર જ ઈશ્વર જોડે આપણને જોડે છે
કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા સહસ્ત્ર ગણું ફળ આપે છે તેથી દરેક ધાર્મિક વ્યક્તિએ પોતાની સમસ્યાના નિરાકરણ અર્થે અથવા સુખાકારી માટે કાળીચૌદસ જેવા સિદ્ધ દિવસ હોય ત્યારે ઉપાસના કરવી જોઈએ
કાળીચૌદશ ની સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે . આપત્તિ , સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે તંત્ર – મંત્ર – યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્ર્યોગો સાધનાઓ થાય છે અને ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે
સામાન્ય લોકો પણ કાળી ચૌદસ મહાકાળી હનુમાનજી અને ભૈરવ ની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે
મહાકાળી મંત્ર યંત્ર સાધનાનો પ્રયોગ
જ્યોતિષી ચેતનભાઇએ વધુ માહિતી આપતા જણાવ્યું કે અતિ પ્રાચીન ઉગ્ર દેવી-દેવતા ના સિદ્ધ મંત્ર પ્રયોગો કાળીચૌદસે કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે કાળી ચૌદશ
કાળી ચૌદશ ખાસ નોંધ :
દરેક પ્રયોગ સ્નાન કરી શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી દેવી કે દેવતા ને ધૂપ દીપ પુષ્પ અને પ્રસાદ અર્પણ કરી કરવો
1 શત્રુ પર વિજય અને રક્ષણ માટે મહાકાળી સાધના પ્રયોગ
મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવા વાળી છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળી ના મહામંત્ર ની સાધના શ્રેષ્ઠ ગણાય
ॐ क्रीं
ॐ क्रीं काली नमः
ॐ क्रीं कालिकायै नमः
ઉપરોક્ત મંત્રની 3 કે 6 કે 9 માળા નો સંકલ્પ કરી જે પણ કામના હોય તેની પ્રાર્થના કરવી
2, શુભ અને મંગલ શત્રુ રક્ષણ માટે મહાકાળી મંત્ર પ્રયોગ
મંત્ર- જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે…
ઉપરોક્ત મંત્ર ની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળી નું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ થી રક્ષણ થાય અને સદા શુભ અને મંગલ થાય છે
હનુમાનજીની ઉપાસના સંકટ ભૂત પ્રેત બાધાઓથી મુક્તિ મેળવી શકે છે
- વિઘ્ન નિવારણ મંત્ર પ્રયોગ :
ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા
કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાન જી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ , રોગ ,સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે.
4, કોટ કચેરી જેલ બંધન મુક્તિ પ્રયોગ
હનુમાન ચાલીસા પ્રયોગ
કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી
હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવા થી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે આકસ્મિક રક્ષણ મળે છે મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે
5 ભૂત પ્રેત અને શત્રુઓનો ભયંકર ભય હોય તો તેના નિવારણ 0રયોગ
ભૈરવ રક્ષણ કરે આ મંત્ર પ્રયોગ થી
અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં ત્વરિત ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ ના કલ્યાણ થાય તે ભાવ થી નિર્મિત કરેલ છે
“ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”
કાળી ચૌદશ ની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચ નો ભય, રહેતો નથી શત્રુ બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે. કાળી ચૌદશ
જ્યોતિષી ચેતન પટેલ
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
Table of Contents
