Jayraj Ahir Taken Into Custody:નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસે હવે નિર્ણાયક વળાંક લીધો છે. આ કેસમાં શરૂઆતથી જ સંદેહના ઘેરામાં રહેલા હાસ્ય કલાકાર માયાભાઈના પુત્ર જયરાજ આહીરની આજે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. SIT દ્વારા સતત બે કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ, સંડોવણીના પૂરતા પુરાવા સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી.
Jayraj Ahir Taken Into Custody: રેન્જ IG કચેરીએ બોલાવાયા બાદ ધરપકડ

આજે બપોરે જયરાજ આહીરને ફરી એકવાર નિવેદન નોંધાવવા માટે રેન્જ આઈજીની કચેરીએ હાજર થવા માટે બોલાવવામાં આવ્યો હતો. SIT દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી, જેમાં હુમલાની ઘટનામાં તેની સીધી ભૂમિકા હોવાના મહત્વના પુરાવા સામે આવ્યા.
Jayraj Ahir Taken Into Custody:સુરક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત
પૂછપરછ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
મોબાઈલ ડેટા અને લોકેશનથી ખુલાસો

SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં
- આરોપીઓ વચ્ચેના મોબાઈલ કોલ ડિટેઈલ્સ,
- લોકેશન ડેટા,
- તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
આ તમામ પુરાવાઓએ જયરાજ આહીરની સંડોવણીને મજબૂત બનાવી હતી.
Jayraj Ahir Taken Into Custody:27 દિવસ પછી પોલીસની મોટી કાર્યવાહી
છેલ્લા 27 દિવસથી SIT આ કેસમાં સતત તપાસ ચલાવી રહી હતી. અનેક સાક્ષીઓના નિવેદન, ટેક્નિકલ એનાલિસિસ અને પુરાવાની ચકાસણી બાદ આજે આખરે જયરાજ આહીરને કાયદાની સકંજામાં લેવામાં આવ્યો છે.
આગળની તપાસ વધુ તેજ બનશે
SITના અધિકારીઓ મુજબ, જયરાજ આહીરની ધરપકડ બાદ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે.




