Japan Flight Fire : ભૂકંપ બાદ જાપાનમાં વધુ એક ભયંકર દુર્ઘટના

0
326
Japan Flight Fire
Japan Flight Fire

Japan Flight Fire :  જાપાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યાને 24 કલાક પણ થયા નથી, ત્યારે વધુ એક દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા. મંગળવારે જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહેલા પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 300 મુસાફરો સવાર હતા. વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી.

flight fire

Japan Flight Fire : જાપાનની રાજધાની ટોક્યોના હાનેડા એરપોર્ટ પર એક વિમાનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પળવારમાં વિમાન ભડ ભડ કરીને સળગી ઉઠ્યું હતું. જાપાની ન્યૂઝ એજન્સી ક્યોડોના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે લેન્ડિંગ પહેલા પ્લેન કોસ્ટ ગાર્ડના પ્લેન સાથે અથડાયું હતું. હાલ ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા.

Japan Flight Fire: લેન્ડિંગ બાદ અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા

જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે. NHKએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.

japan flight fire 1

Japan Flight Fire :  NHK મીડિયાએ આ ઘટનાના ફૂટેજ જાહેર કર્યા છે. આમાં પ્લેનની બારી નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 જાપાનના સ્થાનિક સમય અનુસાર 16:00 વાગ્યે ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ઉપડી અને 17:40 વાગ્યે હનેડામાં લેન્ડ થવાની હતી.

japan 1

Japan Flight Fire : વિમાનમાં આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફાયરના જવાનો આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. જાપાન ટાઈમ્સ અનુસાર, અકસ્માતને જોતા હાનેડા એરપોર્ટના તમામ રનવે બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણી ફ્લાઈટોને નરીતા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

તમે આ પણ વાંચી શકો છો

Shri Ram : ભગવાન રામનો ગુજરાત સાથે એક અનોખો છે સબંધ, ભગવાને પાપ શુદ્ધિ માટે કેમ ગુજરાતને પસંદ કર્યું ? જાણો પૂરી વાર્તા