Jamsaheb on rupala : ક્ષત્રિય આંદોલનને રાજવી જામસાહેબનો ટેકો, કહ્યું અપમાન કરનારને લોકશાહી ઢબથી સજા આપો   

0
49
Jamsaheb on rupala
Jamsaheb on rupala

Jamsaheb on rupala : રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલ દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં વિવાદ વકરી રહ્યો છે. એક પછી એક રાજવીઓ પણ રુપાલાની ટિપ્પણીને વખોડીને ક્ષત્રિય સમાજના આંદોલનને પોતાનો ટેકો જાહેર કરી રહ્યાં છે. એવામાં જામનગરના મહારાજા જામ સાહેબે પણ ક્ષત્રિય આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં વૉટિંગથી જવાબ આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે.

Jamsaheb on rupala

Jamsaheb on rupala : રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણીનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. રૂપાલાના આ નિવેદન મામલે ભાવનગર અને કચ્છના રાજવી પરિવાર બાદ હવે જામનગરના જામસાહેબની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા રજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરવામાં આવી છે.

Jamsaheb on rupala

Jamsaheb on rupala :  અપમાન કરનારને લોકશાહી ઢબથી સજા આપો

પોતાના પત્રમાં જામ સાહેબે જણાવ્યું છે કે, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે, તેને સજા થવી જ જોઈએ. કોઈ ખરાબ બોલીને આપણું અપમાન કરે, તો આપણે આપી જાતને સજા ના આપવાની હોય. જે બહેનોએ હિંમત દર્શાવી તે ધન્યવાદને પાત્ર છે, પરંતુ આ કિસ્સામાં જૌહરનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો.

Jamsaheb on rupala

Jamsaheb on rupala : અત્યારે ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં ભારતમાં રાજપૂતો રાજ કરતા હતા, તેનું એકમાત્ર કારણ તેમની હિંમતની સાથે-સાથે એકતા પણ હતી. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જો કે આજના જમાનામાં રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે.

Jamsaheb on rupala

Jamsaheb on rupala : આજના લોકશાહીના સમયમાં લોકશાહી ઢબે એકતા બતાવી વિરોધ કરવાનો સમય હવે આવી ગયો છે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં, પરંતુ એકતા રાખીને બતાવી દેવાનું છે કે, ભારતમાં હજુ રાજપૂતો છે. આથી સૌ રાજપૂતો એક થઈ જે આવું કૃત્ય કરે તેને ભેગા મળીને ચૂંટણીમાં હરાવો. આને કહેવાય, લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.