ધારાસભ્ય રિવાબા જાડેજા ઓપરેશન સિંદુર યાત્રા – જામનગરમાંથી આજે એક અનોખી દેશભક્તિની ઝાંખી સામે આવી છે… ઓપરેશન સિંદુર બાદ, શહેરમાં ‘સિંદૂર યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું નેતૃત્વ ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું.
જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજા ઓપરેશન સિંદુર યાત્રા – ઓપરેશન સિંદુર બાદ સિંદૂર યાત્રા
દેશની સીમાઓ પર જમાવેલા ભારતના વિજયની ઉજવણી અને દેશના જવાનોના શૌર્યને આ યાત્રાને સમર્પિત કરી હતી. ઓપરેશન સિંદુર બાદ જામનગરના રત્નદ્વીપ પરથી શરૂ થઈ એક અનોખી યાત્રા.
ધારાસભ્ય રિવાબાની આગેવાનીમાં નીકળી સિંદૂર યાત્રા
હાથમાં તિરંગો, માથે ગૌરવ અને દિલમાં દેશભક્તિનો જ્વાળાંત ભાવ લઈ, સિંદૂર યાત્રાએ શહેરમાં દેશભક્તિના રંગ ચાંપી દીધા.આ યાત્રાનું આગવુ નેતૃત્વ ધારાસભ્ય રિવાબા જાડેજાએ કર્યું, જેમના આગ્રહે સેના, પોલીસ અને તબીબી ક્ષેત્રે કાર્યરત મહિલાઓને આ યાત્રામાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.


ભારતીય સેનાના પરાક્રમની બિરદાવા નિકળી સિંદુર યાત્રા
યાત્રામાં સૈન્યની ત્રણેય પાખ- ત્રિસેના, રાજ્ય પોલીસ, અને મહિલા તબીબી ટીમો જોડાઈ હતી. બેટાલિયનના મહિલા સૈનિકો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારાની વચ્ચે રાષ્ટ્રગીત અને દેશભક્તિ ગીતોએ યાત્રાને નવ ચેતનાપૂર્વક જીવંત બનાવી હતી.


યાત્રામાં સૈન્યની ત્રણેય પાખ,પોલીસ, તબીબી, મહિલાઓ પણ જોડાયા


ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે