દેશમાં ઓછી ઉમંરમાં હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે ચોકાવનારી ઘટના સામે આવી છે. જામનગર ના રેહવાસી સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ હૃદયરોગના નિષ્ણાંત ડો.ગૌરવ ગાંધી એ 16 હજારથી વધુ હદયની સર્જરી કરી છે . પણ કહેવાય છે જીવનમાં કોઈ પણ ઘટના બની શકે છે . છેલ્લા ગણા સમયથી ગુજરાતના અનેક શહેરોમાંથી હાર્ટએટેકના બનાવ ખાસ કરીને યુવાનોમાં વધી રહ્યા છે. જામનગર ના પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડો.ગૌરવ ગાંધી ને હૃદયરોગનો હુમલો આવ્યાના સમાચાર શહેરમાં ફેલાતા તબીબી જગત સહિત 16 જેટલા લોકોના હાર્ટ સર્જરી કરનાર પરિવારોને જાણે આઘાત લાગ્યો હતો. ડો.ગૌરવ ગાંધી ૪૧ વર્ષના હતા જેનાથી આખા જામનગરમાં બધા દુઃખદ લાગણી અનુભવી રહયા છે.
ક્રિકેટ રમતા , લગ્નમાં સંગીતના તાલે ઝૂમતા કે પછી વોકિંગ કરતા અથવા ઓફિસમાં કામ કરતા યુવાનોમાં હાર્ટના રોગમાં વધારો થયો છે અને અચાનક અલવિદા કરતા હોય તેવા વિડીઓ સો.મીડિયામાં વાઈરલ થતા આપણે સૌએ જોયા છે.

મળતી માહિતી અનુસાર ડો.ગાંધી નિત્ય ક્રમ મુજબ રાત્રીના ભોજન બાદ સુઈ ગયા હતા. અને વહેલી સવારે બેભાન અવસ્થામાં મળતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાજર તબીબોએ સારવાર આપી હતી પરંતુ તેમને બચાવી શક્યા ન હતા
41 વર્ષીય ડો.ગાંધી પોતાના કામ પ્રત્યે ખુબજ ગંભીર હતા . તેમની તબીબી કારકિર્દી દરમિયાન અનેક લોકોના હદયરોગથી જીવ બચાવ્યા હતા.
વધુમાં દ્વારા બનાવેલો હાર્ટ પરનો વિડીઓ જોવો
જાણો રાષ્ટ્રપતિ મુર્મુને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કેવી રીતે મળ્યો.