આપને ચૂંટણી પહેલા ઝટકો

0
60
ચૂંટણી પહેલા આપને ઝટકો
ચૂંટણી પહેલા આપને ઝટકો

ચૂંટણી પહેલા આપને ઝટકો

આમ આદમી પાર્ટીના ઉદયસિંહ ચૌહાણે કેસરીયો ધારણ કર્યો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાયા

આપને ઝટકો લાગ્યો છે.ચૂંટણી પહેલા આ.મહિસાગર જીલ્લાના ભાજપના પુર્વ પ્રમુખ જે.પી પટેલ તેમજ બાલાસિનોરથી આપના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા . જે.પી.પટેલે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્રમોદી ન માત્ર ભારતના પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. જ્યારે  ઉદયસિંહ ચૌહાણએ કહ્યું કે આગામી સમયમાં પંચમહાલ લોકસભાની સીટ ભાજપ સૌથી વધુ મતોથી જીતે તે માટે પ્રયાસ કરીશું.

જે.પી.પટેલ

.પી.પટેલ

આ કાર્યક્રમમાં જે.પી.પટેલે સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને પ્રદેશ અધ્યક્ષસી.આર.પાટીલના નેતૃત્વમાં મારી સાથે લુણાવાડા વિઘાનસભાના 500 કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયતના સભ્યો,કોર્પોરેટર,સંગઠનના હોદેદારોએ ભાજપમા પુન: પ્રવેશ મેળવ્યો છે. ભાજપમાં હું 30 વર્ષથી સૈનિક હતો અને છું, આગામી લોકસભામાંની ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ મુકીને અમારા કાર્યકરો ચૂંટણીની કામગીરમા લાગી જશે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ન માત્ર આપણા પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. પાર્ટીના નેતાશ્રીઓ અને કાર્યકરોએ અમને પ્રવેશ આપ્યો તે બદલ આભાર વ્યકત કરુ છું. ઉદયસિંહ ચૌહાણએ જણાવ્યું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિતશાહની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ આજે હું ભાજપમાં જોડાયો છું. હું પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છું. પરંતુ કોઇક કારણો સર પાર્ટી છોડી હતી. આગામી સમયમાં પંચમહાલ લોકસભાની સીટ ભાજપ સૌથી વધુ મતોથી જીતે તે માટે પ્રયાસ કરીશું.  આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષઓ ,ગોરઘનભાઇ ઝડફીયા, જયંતીભાઇ કવાડીયા, પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ રતનસિંહ રાઠોડ, જશવંતસિંહ ભાભોર, જીલ્લા પ્રમુખ દશરથસિંહ બારિયા, ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ,પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.