કેદારનાથ ધામમાં આજે સવારથી સતત થઇ રહી છે હિમવર્ષા

0
73

મદદ માટે ટોલ ફરી નંબર 112 જાહેર કરાયો

કેદારનાથ ધામમાં દેશભરના શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે . ચારધામ યાત્રા શરૂ થઇ ચુકી છે પરંતુ સતત હિમવર્ષા થવાથી ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ઉત્તરાખંડ સરકારે મદદ માટે 112 નંબર પર ફોન કરવા સુચના આપી છે. વધુમાં યાત્રાળુઓને સુચના આપવામાં આવી છે કે ખરાબ હવામાનને કારણે લોકોએ સાવચેત રહેવું જોઈએ . હવામાન વિભાગ દ્વારા અગામી દિવસોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે ત્યારે તંત્ર પણ એલર્ટ છે.

ચારધામ યાત્રા પર આવતા તમામ યાત્રાળુઓને સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર ખડેપગે છે અને સતત પેટ્રોલિંગ અને રસ્તાઓ પર ભેખડ ધસી પડવાના બનાવોમાં તાત્કાલિક રાહત આપી શકાય તે માટે તૈયાર છે.

તેમ છતાં શ્રદ્ધાળુઓ ને અપીલ કરવામાં આવી છેકે સાવચેત રહે અને તંત્રને અડચણ રૂપ ન થવાય તેનું ખાસ ધ્યાન રાખે.

વધુ સમાચાર માટે જોતા રહો VR live સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ