જૂનાગઢની જેલમાં ચાલતી પોલંપોલને ઉજાગર થતાં અનેક સવાલો ઉઠ્યા છે. ચોંકાવનારા દ્રશ્યો ફરી એક વખત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં જેલમાં રહેલા કેદીઓએ વીડિયો બનાવી વાઇરલ કરતા જેલરની ફરિયાદ કરવામાં આવી છે. સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કેદીઓના જણાવ્યા મુજબ જેલર અને તેના મળતિયાઓ દ્વારા કેદીઓ પાસેથી પૈસા લઇને તેમને તમાકુ અને મસાલા સહિતની જરૂરી તમામ વસ્તુઓની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કેદીઓ માટે બહારની હોટલમાંથી ભોજન આવતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. સાથે જ ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો આ વીડિયોમાં ઉઠાવવામાં આવ્યા હતા. જેલમાં કેદીઓને જાણે કે લીલા લહેર હોય તેમ તમાકુ, મસાલા, ભોજન, ઠંડા પીણીથી લઇને તમામ વસ્તુઓ મળી જવાના આક્ષેપો થયા હતા.
જૂનાગઢની માંગરોળ જેલમાં બહારની હોટલમાંથી ભોજન આવતું હોવાનો આક્ષેપ
RELATED ARTICLES

