Isreal : ઈઝરાયેલે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો લેવાની જાહેરાત કરી છે. આજે વહેલી સવારે ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક 300થી વધારે ડ્રોન અન મિસાઈલોથી તાબડતોબ હુમલો કર્યો હતો.

Isreal : ઈઝરાયેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બદલો લેવાની જાણકારી આપી
ઈઝરાયેલે આ પૈકી 99 ટકા ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. જોકે ઈઝરાયેલે આ ઘટનાને એક પ્રકારે આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈઝરાયેલે સ્પષ્ટપણે કહ્યું કે તે આ હુમલાનો બદલો લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અમારી લડાઈ ઈસ્લામિક રિપબ્લિક સામે છે, ઈરાનની પ્રજા સામે નહીં.

Isreal : અત્રે ઉલ્લેખનીય છે કે 1લી એપ્રિલના રોજ સીરિયાની રાજધાની દમિશ્કમાં ઈરાને પોતાના દૂતાવાસ પર થયેલા હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠરાવ્યું હતું, જેમાં ઈરાની સેનાના 3 જર્નલ સહિત રિવોલ્યુશનરી ગાર્ડના 7 કર્મચારીના મોત થયા હતા. ત્યારથી ઈરાને ઈઝરાયેલ પાસે બદલો લેવાની ધમકી આપી છે.
Isreal : આજે વહેલી સવારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઈઝરાયેલમાં સાયરન ગૂંજવા લાગી હતી. હુમલામાં ઈઝરાયેલને વધારે નુકસાન થયાની માહિતી નથી. આ હુમલા બાદ PM બેન્ઝામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાત કરી છે. તેમણે કહ્યું કે મોટાભાગના ડ્રોન અને મિસાઈલોને ઈઝરાયેલે હવામાં જ તોડી પાડ્યા છે.

Isreal :અત્રે ઈરાનની સેનાએ ઈઝરાયલ પર લગભગ 300 મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યા છે. ઈઝરાયલની સેનાએ શનિવારે મોડી રાત્રે આ હુમલાની જાણકારી આપી હતી. અમેરિકી સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. તે જ સમયે ઈઝરાયલના આયર્ન ડોમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડી હતી.ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર ઈઝરાયલના મિલિટરી બેસને નુકસાન થયું છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો,
YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો
હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો