ઇઝરાયેલ – હમાસ યુદ્ધ – જાણો શું થયું આજે

0
213
ઇઝરાયેલ - હમાસ યુદ્ધ - જાણો શું થયું આજે
ઇઝરાયેલ - હમાસ યુદ્ધ - જાણો શું થયું આજે

ઇઝરાયેલ હમાસ યુદ્ધ વિવાદ ચરમસીમાએ છે. ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધ શરુ થયાને નવ દિવસ પુરા થયા છે હમાસના હુમલાના જવાબમાં ગાઝા પર વળતા હુમલામાં વધુ એક માનવીય સંકટના સ્વરૂપે ઉભરી આવ્યું અને ગાઝા પટ્ટીમાં જ્યાં જુઓ ત્યાં વિનાશ જોવા મળ્યો. હમાસ સંગઠન દ્વારા આતંકી હુમલો થયો છે તેવું ઇઝરાયેલ દ્વારા કહેવામાં આવ્યું ત્યાજ હમાસ સંગઠન આઝાદીની લડાઈ ગણાવી રહ્યું છે. આ સંઘર્ષમાં અંદાજે અત્યાર સુધીમાં ઇઝ્રયેલ અને હમાસના 2300થી વધુ નાગરિકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે પણ ઈઝરાયેલ તરફથી કરવામાં આવી રહેલા બોમ્બ મારાની ચિંતા જતાવીને કહ્યું છેકે ગાઝા પટ્ટીને ઇઝરાયેલ નર્કાગાર બનાવી રહ્યું છે અને તે માનવજાત માટે નિરાશા જનક છે.

ઇઝરાયેલ હમાસના સંઘાર વચ્ચે ઓપરેશન અજય ભારત સરકારનું ચાલી રહ્યું છે ત્યારે ઇઝરાયેલથી વધુ એક વિમાન ભારતીય નાગરિકોને લઈને ચેનની એરપોર્ટ પર આવી પહોંચ્યું છે . તામીલનાડુના આરોગ્યમંત્રી સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવેલા એક નિવેદનમાં આ જાણકારી મળી. તેમને કહ્યું કે યુધ્ધને કારણે ઇઝરાયેલ પંથકમાં ભારતીય નાગરિકોના સંપર્ક નંબર અનુસાર કેન્દ્ર સાકારે ૧૨૮ નાગરિકોની એક યાદી આપવામાં આવી હતી. અને આ યાદી અનુસાર ઇઝરાયેલ સરકારનો સંપર્ક કરીને ઓપરેશન અજય હેઠળ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ અન્ય એક web સાઈટ પણ તમિલનાડુ સરકાર મદદ માટે શરુ કરશે .

ઇઝરાયેલ હમાસના સંઘર્ષ વચ્ચે ઓવૈસીએ નિવેદન આપ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટિનિયન નાગરિકો પ્રત્યે સંવેદના બતાવવી જોઈએ અને તે અગ્રીકો સાથે એકતા દર્શાવવાના પ્રયાસો કરવા જોઈએ અને આ મુસ્લિમોનો મુદ્દો નથી પરંતુ માનવતાનો મુદ્દો છે તેઓ પણ ન્યાયના હકદાર છે .

ઇઝરાયેલ સેનાના સત્તાવાર નિવેદન અનુસાર ગાઝા પટ્ટીમાંથી ઈજીપ્ત તરફ જવાના માનવતાવાદી કોરીડોરને ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન હમાસના આતંકીઓએ ઘુસણખોરી કરતા અટકાવાયા છે અને ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છેકે હમાસ દ્વારા આશ્રય મેળવતા લોકો પાસેહી ઘર સમાન અને કારની ચાવીઓ જપ્ત કરવામાં આવી છે.

ઇઝરાયેલ પોતાના દાયરા બહાર કામ કરી રહ્યું છે તેવું નિવેદન ચીન દ્વારા આવ્યું છે . ઇઝરાયેલ હમાસના સંઘર્ષ બાદ સ્થિતિ વણસી રહી છે અને આ સંઘર્ષ નવ દિવસ થવા આવ્યા છે . ચીને કહ્યું કે ઇઝરાયેલ પોતાની કાર્યવાહી પર કાબુ મેળવે .