ISKCON Temple : ઇસ્કોન ઇન્ડિયા ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ, ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન, આવતીકાલે અપાશે સમાધિ  

0
99
ISKCON Temple
ISKCON Temple

ISKCON Temple : ઇસ્કોનના સૌથી વરિષ્ઠ સંન્યાસીઓમાંના એક અને ઇસ્કોન ઇન્ડિયા ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ, ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું આજે દેહરાદૂનમાં હૃદયની બિમારીઓને કારણે સવારે 9.20 વાગ્યે નિધન થયું છે. મહત્ત્વનું છે કે તેમના પાર્થિવ દેહને નવી દિલ્લીના ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત મંદિરમાં દર્શન માટે રાખવામાં આવ્યો છે. અને આવતીકાલે 6મે, 2024ના રોજ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીના પાર્થિવ દેહને વૃંદાવનની પવિત્ર ભૂમિમાં સમાધિમાં મૂકાશે.

ISKCON Temple

ISKCON Temple :  1944માં નવી દિલ્હીમાં જન્મેલા, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી એક તેજસ્વી વિદ્યાર્થી હતા. જેમને સોરબોન વિશ્વવિદ્યાલય (ફ્રાન્સ) અને મૈકગિલ વિશ્વવિદ્યાલય (કેનેડા)માં અભ્યાસ કરવા માટે બે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. તેમને 1968 માં કેનેડામાં તેમના ગુરુ અને ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદને મળ્યા હતા અને ત્યારથી તેમણે બધાની શાંતિ અને કલ્યાણ માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મના ઉપદેશોને વિશ્વ સુધી પોહ્ચાડવા માટે પોતાને સમર્પિત કરી દીધા હતા.

ISKCON Temple :  ત્યારબાદ, આગામી વર્ષોમાં, તેમણે ભારત, કેનેડા, કેન્યા, પાકિસ્તાન, સોવિયેત સંઘ અને વિશ્વના અન્ય ભાગોમાં આઉટરીચ અને સમુદાય-નિર્માણના પ્રયાસોની દેખરેખ કરી હતી. તેમણે સમગ્ર વિશ્વમાં ડઝનબંધ મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોના નિર્માણમાં પહેલ કરી હતી. જેમાં નવી દિલ્હીના પ્રખ્યાત ગ્લોરી ઓફ ઈન્ડિયા વૈદિક સાંસ્કૃતિક કેન્દ્રનો સમાવેશ થાય છે. જેનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું. પૂણેમાં ઈસ્કોન એનવીસીસીનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું.

ISKCON Temple

ISKCON Temple :  તેમણે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનના વિશ્વના સૌથી મોટા પ્રકાશક ભક્તિવેદાંત બુક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. જે વિશ્વની 70થી વધુ ભાષાઓમાં ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા પવિત્ર ગ્રંથોના અનુવાદ અને પ્રકાશનની દેખરેખ રાખી હતી.અને આજની તારીખમાં 60 કરોડથી વધુ પુસ્તકો છાપે છે.

તેમણે અન્નામૃત ફાઉન્ડેશનની પણ શરૂઆત કરી, જે આજે ભારતભરની 20 હજારથી વધુ શાળાઓમાં 12 લાખથી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓને તાજું અને પૌષ્ટિક ભોજન પીરસે છે.

ISKCON Temple :   70થી વધુ દેશોના 50 હજારથી વધુ લોકોને દિક્ષા આપી

ISKCON Temple

તેમની વર્ષોની સમર્પિત સેવા અને ભક્તિ દ્વારા, તેમણે અસંખ્ય લોકોને તેમની સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના આધ્યાત્મિકતા અને સેવાનો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી હતી. તેમના હજારો પ્રવચનો દ્વારા તેમના ઉપદેશોથી પ્રેરિત થઈને, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી દ્વારા 70થી વધુ દેશોના 50 હજારથી વધુ લોકોને ભક્તિ યોગની પ્રક્રિયામાં દીક્ષા આપવામાં આવી હતી.રાજ્યના વડાઓથી લઈને અગ્રણી ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને સમાજના સામાન્ય લોકો સુધી, તેઓ એક મિત્ર, તત્વજ્ઞાની અને માર્ગદર્શક તરીકે બધા માટે સમાન રીતે સુલભ હતા.

ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ગોપાલ કૃષ્ણ ગોસ્વામીને યાદ કરતાં લખ્યું, “શ્રી ગોસ્વામી મહારાજનું જીવન, આદર્શો અને ઉપદેશો માનવજાતને આધ્યાત્મિકતાના માર્ગે ચાલવા માટે પ્રેરણારૂપ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો