Irfan dance with Rashid : ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની ટીમ દિવસેને સીવાસે વધુ નિખરીને બહાર આવી રહી છે, હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળની અફઘાનિસ્તાન ટીમે સાબિત કર્યું કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામેની તેમની જીત કોઈ સાધારણ પરાક્રમ નહતું, કારણ કે હવે તેમણે પાકિસ્તાનની ટીમને પણ હરાવ્યું છે. અફઘાનિસ્તાન માટે તેમના વિશ્વ પ્રખ્યાત હરીફો પર આ આસાન જીત હતી કારણ કે તેઓ ક્રિકેટ વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનના ટોચના 4 બેટ્સમેનોના શાનદાર બેટિંગ પ્રદર્શન અને નૂર અહેમદની શાનદાર ત્રણ વિકેટના કારણે અફઘાનિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનને ODIમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીતની સાથે જ ભારતમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો, પૂર્વ ક્રિકેટર ઈરફાન ખાન પણ આ જીતની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા. (Irfan dance with Rashid)
જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઈરફાન પઠાણ રાશિદ ખાન સાથે ડાન્સ (Irfan dance with Rashid) કરતા જોવા મળ્યા. આ ડાન્સ હવે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, લોકો અલગ-અલગ ગીત સાથે આ ડાન્સ પોસ્ટ કરી રહ્યા છે. નોધનીય છે કે, મેચની શરૂઆત પહેલા રશીદ ખાને ઈરફાન પઠાણને કહ્યું હતું કે, તેઓ પાક.ને હરાવશે અને અફઘાન.ની જીતની ખુશીમાં તમારે નાચવું પડશે. ઈરફાન ખાને ડાન્સ કરીને રશીદની આ ઈચ્છા પૂર્ણ કરી.
આ સાથે પાકિસ્તાન મીડિયા તરફથી પણ ઈરફાનના આ ડાન્સ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવતી જોવા મળી રહી છે.
ઈરફાને રાશિદ સાથે ડાન્સ (Irfan dance with Rashid)
ભલે જીત્યું અફઘાનિસ્તાન હોય પણ દિલ બાગ બાગ ભારતનું થયું અને મેદાન પર અફઘાન પઠાણ સાથે ભારતીય પઠાણ પણ ઝૂમતા જોવા મળ્યા. ગ્રાઉન્ડની ચક્કર લગાવતી વખતે રાશિદે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ (હવે કોમેન્ટેટર) સાથે ડાન્સ પણ કર્યો હતો. બંને સ્ટેડિયમમાં વાગી રહેલા ગીત પર ડાન્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. જ્યારે ડાન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાશિદે કહ્યું કે તે સમયે અફઘાનિસ્તાનમાં ખૂબ જ ફેમસ થયેલા ઈંગ્લેન્ડ સામેની જીત બાદ પણ બંનેએ ડાન્સ કર્યો હતો. લોકોને તે ડાન્સ એટલો ગમ્યો કે પાકિસ્તાન સામેની જીત બાદ પણ તેણે તેને રિપીટ કરવો પડ્યો.
અફઘાનિસ્તાનના ખેલાડીઓએ વિજય બાદ વિકટ્રી લેપ :
અફઘાનિસ્તાને પહેલીવાર પાકિસ્તાનને ODIમાં હરાવ્યું. ચેન્નાઈમાં ટીમનો 8 વિકેટે વિજય થયો હતો, ખેલાડીઓએ આખા મેદાનમાં વિકટ્રી લેપ કરીને આ જીતની ઉજવણી કરી હતી. ટીમના લેગ સ્પિનર રાશિદ ખાને પોતાના ખભા પર અફઘાનિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હતો અને તેના સાથી ખેલાડીઓ સાથે દર્શકોની સામે મેદાનની પરિક્રમા કરી હતી.
ODIમાં પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની ઐતિહાસિક પ્રથમ જીત બાદ, ઉત્સાહિત ચાહકોએ ઐતિહાસિક જીતની ઉજવણી કરી અને અફઘાનિસ્તાન ટીમે સમર્થન બદલ ચેન્નાઈના લોકોનો આભાર વ્યક્ત કર્યો.
અફઘાનિસ્તાનના એક ચાહકે કહ્યું, “હું અફઘાનિસ્તાનનો છું અને મેચ જીતવી અદ્ભુત હતી. અમને સમર્થન કરવા બદલ હું ભારતીયોનો આભાર માનવા માંગુ છું, ચેન્નાઈના લોકોએ અમારી ટીમને સમર્થન આપ્યું છે.”
“તે અદ્ભુત હતું. ચાહકો એટલા ઉત્સાહિત કે જાણે અમે વર્લ્ડ કપ જીત્યા હોય તેમ કૂદી રહ્યા હતા. આ વર્લ્ડ કપ જીતવા કરતાં પણ વધુ રોમાંચક લાગે છે. અફઘાનિસ્તાનને પાકિસ્તાનને હરાવતા જોવું, ખરેખર કંઈક આશ્ચર્યજનક છે. તે એક અદ્ભુત મેચ, પરફેક્ટ.” ઉત્સાહિત અફઘાન ચાહકે કહ્યું.
એક અફઘાન પ્રશંસકે કહ્યું કે, અફઘાનિસ્તાનના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં રહે છે અને તેમને અફઘાનિસ્તાન પરત જવા માટે દબાણ ન કરવું જોઈએ. અગાઉ, ઈબ્રાહિમ ઝદરાને પોતાનો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ તેના દેશના લોકો તેમજ પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરવામાં આવતા અફઘાન લોકોને સમર્પિત કર્યો.