સુકા મેવા કરતા પણ મોંઘા ફાફડા – જલેબી આરોગ્યા ગુજરાતીઓએ

1
139
સુકા મેવા કરતા પણ મોંઘા ફાફડા - જલેબી આરોગ્યા ગુજરાતીઓએ
સુકા મેવા કરતા પણ મોંઘા ફાફડા - જલેબી આરોગ્યા ગુજરાતીઓએ

બે કલાક લાઈનમાં ઉભા રહીને પણ અમદાવાદીઓ આજે મોંઘાદાટ ફાફડા જલેવી હોંશે હોંશે આરોગી રહ્યા છે . સમગ્ર દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં નવરાત્રીની ઝરમઝટ માણ્યા પછી દહેરના દિવસે ગુજરાતીઓ પોતાના પ્રિય ફાફડા જબેલી હોંચે હોંશે આરોગે છે. આમ જોઈએ તો દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય પર્વ પણ ગુજરાતીઓ કોઈ પણ તહેવાર ખાસ બનાવતા હોય છે કઈક અલગ રીતે ઉજવણી કરી ને .. આમ જોઈએ તો કોઈ નિશ્ચિત દિવસે એક વાનગી જો સૌથી વધુ આરોગવામાં આવતી હોય તો ચોક્કસ આપણા ગુજરાતના ફાફડા – જલેબીને સ્થાન મળે . હા એ વાત જુદી છેકે હવે ફાફડા , જલેબી અને સાથે માત્ર ને માત્ર ગુજરાતમાં જ ખવાતી ચોળાફળી આરોગવાનું ચલણ વધ્યું છે. પરંતુ વાત કરીએ ફાફડા જલેબીની તો માત્ર અમદાવાદમાં જ એક હજારથી વધુ ફાફડા જલેબી વેચવાના સ્ટોલ દશેરાના આગળના બે દિવસથી જ ધમધમવા લાગે છે. એક સર્વે પ્રમાણે માત્ર અમદાવાદમાં અત્યાર સુધીમાં વેપારીઓએ કરોડો રૂપિયાનો વકરો કરી લીધો છે. ફાફડા – જલેબી લેવા માટે સવારથી જ લાંબી લાઈનો શહેરનો એક પણ રસ્તો ન હતો ત્યાં જોવા મળી. ફાફડા – જલેબીના ભાવ જોઈએ તો

1 96

આ વાંચીને નવી લાગશે કે શહેરમાં એક નંગ જલેબી અંદાજે 60 રૂપિયાની આસપાસ મળી રહી છે !

ફાફડા પ્રતિ કોલોએ રૂપિયા 600 થી લઈને એક હજાર સુધીમાં અલગ અલગ વિસ્તારમાં મળી રહ્યા છે જયારે શુદ્ધ ઘીનીન જલેબી 900 રુપીયેર પ્રતિ કિલોથી લઈને 1400 સુપીયે શહેરમાં વેચાઈ રહી છે. માત્ર અમદાવાદમાં જ કરોડો રૂપિયાનો ધંધો થયો હોય ત્યારે ગુજરાતમાં કેટલા કરોડ રૂપિયાની જલેબી અને ફાફડા ગુજરાતીઓએ ઝાપટ્યા તેનો અંદાજ લગાવી શકો છો.

મજાની વાત એ છેકે જલેવી ફાફડા જોડે પપૈયાનું છીણ, ચટણી મરચા વિના ફફ્દાનો સ્વાદ ક્યારેય ન સંતોષાય તેવું દ્રઢ પ્રમાણે માણતા અમદાવાદીઓ અંદાજે 7 થી 10 લાખ કિલો ફાફડા જલેબી આરોગી જશે તેવો અંદાજ જાણકારો લગાવી રહ્યા છે.

હાલ ફાફડા જલેબીનું વેચાણ ધૂમ થઇ રહ્યું છે ત્યારે ફાફડા જલેબી પ્રેમીઓએ ખાસ એક વાત ધ્યાન પર લેવી જોઈએ કે સોશિઅલ મીડિયા પર માત્ર ફાફડા જલેબીના ફોટો મુકીને વિજય દશમીની શુભેચ્છા ન આપવી જોઈએ કારણકે વિજય દશમી પર્વનું હાર્દ સમજવું જોઈએ અને તે પ્રમાણે શુભેચ્છાઓ આપવી જોઈએ . એક સમય એવો ન આવે કે નવી પેઢી દશેરા એટલે ફાફડા જલેબી ખાવાનો દિવસ સમજવા લાગે ,

3 36

આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજે ઓરંગઝેબને હરાવવા પ્રયાણ કર્યું હતું. પાંડવોએ પોતાના શાસ્ત્રોની પૂજા આજના દિવસે કરી હતી. ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો અને જગત જનની માં દુર્ગાએ પણ આજના દિવસે રાક્ષસોનો સંહાર કરીને અધર્મ પર ધર્મનો વિજય અને વિશ્વને બચાવ્યું હતું. આ ઈતિહાસ પણ નવી પેઢીને વારસામાં આપીને આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનું જતન પણ કરીએ અને મોજથી વિજય દશમીનું પર્વ માનવીએ અને તે પણ હા..ફાફડા જલેબી આરોગીને જ ..

1 COMMENT

Comments are closed.