ઈઝરાયલને ઈરાનની ચેતવણી,વાંચો અહીં

0
66
ઈઝરાયલને ઈરાનની ચેતવણી,વાંચો અહીં
ઈઝરાયલને ઈરાનની ચેતવણી,વાંચો અહીં

ઈઝરાયલને ઈરાનની ચેતવણી

ઈઝરાયલ એટેક બંધ કરે : ઈરાન      

 અમે પણ યુદ્ધમાં જોડાશું : ઈરાન    

વધતાં સંઘર્ષ વચ્ચે ઈરાનની ખુલ્લી ચેતવણી


ઈઝરાયલને ઈરાન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયલને એક સંદેશ મોકલ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તે હમાસ-ઈઝરાયેલ યુદ્ધને વધુ વધારવા માંગતું નથી. વધુમાં ઈરાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો ગાઝામાં ઈઝરાયેલનું ઓપરેશન ચાલુ રહેશે તો તેણે હસ્તક્ષેપ કરવો પડશે. જો ઈરાન આ યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થશે તો યુદ્ધ વધુ વધી શકે છે. ઈરાને આ સંદેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને મોકલ્યો છે.

ઈરાન તરફથી આ ધમકી ત્યારે આવી છે જ્યારે અમેરિકા ઈરાન અને લેબનોન સમર્થિત હિઝબુલ્લાહને યુદ્ધમાં જોડાતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અઠવાડિયે અમેરિકાએ એરક્રાફ્ટ કેરિયર અને ફાઈટર જેટ મોકલ્યા છે. પરંતુ સ્થિતિ બગડતી જોઈને હવે અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું છે. યુએસએસ આઈઝનહોવર એરક્રાફ્ટ કેરિયર ભૂમધ્ય સમુદ્રમાં જમાવટ માટે રવાના થયું.


ઈરાને આપી આ ધમકી

ઈરાને ધમકી આપતા કહ્યું કે હમાસ અને ઈઝરાયેલ  વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે કે જો ઈઝરાયેલ ગાઝામાંથી હમાસને ધરમૂળથી ઉખેડી નાખવાનું તેનું સૈન્ય અભિયાન ચાલુ રાખશે તો તે ઈરાન પણ આ યુદ્ધમાં ઝંપલાવશે. એટલે કે ઈરાને (Iran warn Israel) સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ યુદ્ધ બંધ નહીં કરે તો તે પેલેસ્ટાઈન વતી ઈઝરાયલ સામે યુદ્ધમાં ઉતરી શકે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ