IPS Promotion : લોકસભા ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે 35 IPSની બઢતી-બદલીના આદેશ

0
124
IPS Promotion
IPS Promotion

IPS Promotion :   લોકસભા ચૂંટણી પહેલા  રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના  35 ઓર્ડર કર્યો છે. જેમાં અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર  બનાાયા છે. નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર  બનાવાયાયા છે. પ્રેમવીરસિંહ સુરત રેન્જના આઈજી, તો ચૈતન્ય માંડલીકનું પોસ્ટિંગ બાકી રાખવામાં આવ્યું છે. જે.આર.મોથલિયા અમદાવાદ રેન્જના આઈજી,ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ આઈજી, ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા છે. 

IPS Promotion :  74 દિવસ બાદ સુરતને મળ્યા નવા CP

લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે 35 IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવનસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે

IPS Promotion :  ઉલ્લેખનિ છે કે, હસમુખ પટેલ સહિત 20 IPSને પ્રમોશન  આપવામાં આવ્યું છે. જી.એસ.મલેકને ડીજી તરીકે બઢતી  કરાઇ છે. ADGP એવા ચાર IPSની DG તરીકે બઢતી કરી છે. નરસિમ્હા કોમર વડોદરા સીપી તરીકે  ચાર્જ લેશે.  ચૈતન્ય માંડલિક સહિતના અધિકારીઓનું સત્વરે   પોસ્ટિંગ  થશે. ટૂંક સમયમાં પોસ્ટિંગ અને બદલીઓના  વધુ ઓર્ડર ઇસ્યુ થશે. 

IPS Promotion :  ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી,આર.વી.અસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન  થયું છે. આર.વી.અસારીનું DIGથી આઈજી તરીકે પ્રમોશન થયું છે. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન,ડૉ.કે.એલ.એન.રાવનું DGP તરીકે પ્રમોશન, તો સુનિલ જોશીનું DIG તરીકે પ્રમોશન થયુ છે. 

IPS Promotion

IPS Promotion :  તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા છે. શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના DCP બન્યા છે. ગૌરવ જસાણીને  આણંદના SP બનાવાયા છે. મહેન્દ્ર બગરીયાનું DIG તરીકે પ્રમોશન થયું છે. દિપક મેઘાણીનું DIG તરીકે પ્રમોશન થયું છે. લીના પાટીલનું DIG તરીકે પ્રમોશન થયું છે. સ્વેતા શ્રીમાળીનું પણ  DIG તરીકે પ્રમોશન થયું છે. નિર્લિપ્ત રાયનું DIG તરીકે  અને કે.એન.ડામોરનું DIG તરીકે પ્રમોશન થયું છે. એસ.જી.ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન થયું છે. નિલેશ જાજડીયાનું IGP તરીકે પ્રમોશન થું છે. બિપીન આહિર, શરદ સિંઘલ અને પી.એલ.મલનું IGP તરીકે પ્રમોશન થયું છે .     

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.