આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૩: આજે છે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ જેને ૨૦૧૨ થી મનાવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૩: રાષ્ટ્રનો મુખ્ય ઉદેશ્ય છોકરીઓને તેમના અધિકાર પ્રદાન કરવામાં મદદ કરવા માટે છે. આવો જાણીએ તેનું મહત્વ અને ઈતિહાસ.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ : દર વર્ષે ૧૧ ઓકટોબર મહિનામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. વિશ્વના વિવિધ ભાગોમાં તેઓ ઘણી સમસ્યાનો સામનો કરતી હોવાથી ૨૦૧૨માં છોકરીઓના અધિકારની ઉજવણી માટે આ દિવસ નિયુક્ત કરવામાં આવ્યો છે. ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ એ ગર્લ ચાઈલ્ડનો પ્રથમ દિવસ હતો. લિંગ સમાનતા અને બાળકોના રક્ષણ માટેની વ્યાપક ચળવળ સાથે તેનો ઈતિહાસ ગાઢ રીતે જોડાયેલો છે. બાળકીઓના અધિકાર, સ્ત્રી શિક્ષણ, આરોગ્ય અને પોષણના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવા પાછળનો ઉદેશ્ય કાયદાકીય અધિકારો, શિક્ષણ, તબીબી સંભાળ, લગ્ન વગેરે સહિતના ઘણા ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવે છે. સ્ત્રી ભ્રૂણહત્યા એ અન્ય એક મુખ્ય મુદ્દો છે જે વધુ અસર કરે છે. વિશ્વભર માં ૬૨ મિલિયનથી વધુ છોકરીઓને શિક્ષણની કોઈ પહોંચ નથી, ૫ થી ૧૪ વર્ષની છોકરીઓ સમાન વયના છોકરાઓ કરતા ૧૬૦ મીલીયન કલાકોથી વધારે ઘરના કામકાજમાં વિતાવે છે. ચારમાંથી એક છોકરીના લગ્ન ૧૮ વર્ષની ઉમર પહેલા થઈ જાય છે. યુનાઇટેડ નેશન્સ મહિલા ગુડવિલ એમ્બેસેડર ઓક્ટોબર ૧૧ ૨૦૧૬ ના રોજ અમુક પરિવારો બળજબરીથી છોકરીઓના બાળ લગ્ન કરી દે છે તેનો અંત લાવાની પહેલ કરેલી.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૩:
તે લિંગ સમાનતા હાંસલ કરવા અને છોકરીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોચવા માટે તેમને મજબુત બનાવવાના મહત્વ ને પ્રકાશિત કરે છે. તમામ બાળકોના લિંગને ધ્યાનમાં લીધા વિના તેમના અધિકારોનું સન્માન સાથે ભાગીદાર રૂપે આપવામાં આવે. છોકરીઓને શિક્ષણ એ સશક્ત બનાવવા અને તેમના જીવન અને સ્વાસ્થ્ય વિશે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવવાનું એક શક્તિશાળી સાધન છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૩:
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઓર્ગેનાઈઝે યુનીશેફ દ્વારા કરવામાં આવે છે. જુઓ વીઆરલાઇવ પર સૂર્યાસ્ત નો અદ્ભુત નજારો જોવા આ ૭ સ્થળની મુલાકાત લો