INDvsPAK : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ રોમાંચક મુકાબલો, જાણો કોનું પલડું છે ભારે ?  

0
155
INDvsPAK
INDvsPAK

INDvsPAK : ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની મેચમાં તમામની નજર ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ પર રહેશે. અસમાન ઉછાળો અને ધીમી આઉટફિલ્ડને કારણે આ મેદાન ટીકાકારોના નિશાના પર રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યારે ભારત અને પાકિસ્તાન જેવી બે મજબૂત ટીમો આ મેદાન પર આમને-સામને ટકરાશે ત્યારે આકરી સ્પર્ધા જોવા મળી શકે છે.

INDvsPAK
INDvsPAK

INDvsPAK :  શું છે ભારત- પાકિસ્તાનનો T-20 નો રેકોર્ડ ?

INDvsPAK

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સાત વખત આમને-સામને આવી ચુકી છે. ભારતે છ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 1 જ મેચ જીતી છે.  T20માં એકંદરે બંને ટીમો 12 વખત ટકરાયા છે. જેમાં ટીમ ઈન્ડિયાએ નવ મેચ જીતી છે અને પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે.T20 વર્લ્ડ કપમાં 6-1ની લીડ લેવા ઉપરાંત ભારતે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર 8-0ની લીડ મેળવી છે.

INDvsPAK : ભારત- પાકિસ્તાનમાં બોલિંગમાં કોનું પલડું ભારે ?  

INDvsPAK

બંને ટીમો વચ્ચે રમાયેલી T20 મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભારતીય ખેલાડીઓ સૌથી આગળ છે. ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા બંનેએ પાકિસ્તાન સામે 11-11 વિકેટ લીધી છે. આ સાથે જ ત્રીજા નંબર પર ઉમર ગુલ છે જેણે ભારત સામે 11 વિકેટ ઝડપી છે. આ ત્રણ પછી અર્શદીપ છ વિકેટ ચોથા નંબરે છે.

INDvsPAK : ભારત- પાકિસ્તાનમાં બેટિંગમાં કોનું પલડું ભારે ?  

INDvsPAK

વિરાટ કોહલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે પાકિસ્તાન સામે 10 મેચમાં 488 રન બનાવ્યા છે. આ યાદીમાં રિઝવાન બીજા સ્થાને છે. તેણે ચાર મેચમાં 197 રન બનાવ્યા છે. આ પછી શોએબ મલિક અને મોહમ્મદ હફીઝ આવે છે.

આ વર્ષે ભારતે ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. બીજીબાજુ  પાકિસ્તાને આ વર્ષે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાંથી ટીમ પાંચમાં જીતી છે જ્યારે 10માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

INDvsPAK : શું કહે છે પીચ રીપોર્ટ ?

આ હાઈ-પ્રોફાઈલ મેચ પહેલા  નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની 22 યાર્ડની પીચ ચર્ચાનો વિષય બની રહી છે. નાસાઉ સ્ટેડિયમની પિચ પહેલેથી જ ઘણી ટીકાઓ હેઠળ આવી ચુકી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ તેને સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. આ પીચ પર બાઉન્સ ખૂબ જ અસંગત છે અને કેટલીકવાર અસુરક્ષિત પણ લાગે છે. બેટ્સમેનોને બોલને ટાઇમિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે, અગાઉની મેચોમાં પણ પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ બની હતી.  નાસાઉ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચની 6 ઇનિંગ્સમાં ટીમો માત્ર બે વખત 100 રનનો આંકડો પાર કરી શકી છે.  

INDvsPAK

INDvsPAK : શું મેચમાં વરસાદ વિઘ્ન બનશે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈરોમાંચક મેચમાં વરસાદની સંભાવના ખુબ વધારે રહેલી છે, હવામાન વેબસાઈટ અનુસાર મેચ શરુ થયાના અડધા કલાકની અંદર જ વરસાદની 60 ટકા સંભાવના રહેલી છે.  સારી વાત એ છે કે મેચ અમેરિકન સમય પ્રમાણે સવારે મેચ રમાઈ રહી છે, જેથી મેચને પૂર્ણ કરવા માટે લાંબો સમય મળશે,   

  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો