Home Main INDvENG : આવતીકાલે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ, ભારતીય ટીમ સીરીઝ બરાબરી...

INDvENG : આવતીકાલે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ, ભારતીય ટીમ સીરીઝ બરાબરી કરવા ઉતરશે મેદાને  

0
824
INDvENG
INDvENG

INDvENG : ઈગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત 1-0 થી પાછળ પડી ગયું છે, પરંતુ હજુ તો શરૂઆત છે, હજુ તો ચાર ટેસ્ટ મેચ બાકી છે, ભારત બુસ બેક કરવામાં પણ માહિર છે, ત્યારે આવતીકાલથી શરુ થતી બીજી ટેસ્ટ મેચમાં ભારત સીરીઝમાં બરાબરી કરવાના ઈરાદે ઉતરશે.    

INDvENG

   

INDvENG : 2021માં જ્યારે ઈંગ્લેન્ડ 1-0થી આગળ હતું ત્યારે ભારતીય ટીમે રેન્ક ટર્નરનો સહારો લીધો. બધાની નજર એ વાત પર ટકેલી છે કે ભારતીય ટીમ આ વખતે કેવી પિચ બનાવશે. વિશાખાપટ્ટનમમાં શુક્રવાર (2 ફેબુ્રઆરી)થી શરુ થઈ રહેલી બીજી ટેસ્ટની પિચની વાત કરીએ તો અહીં પણ હૈદરાબાદ જેવી સ્લો ટર્નર હશે. પ્રથમ ટેસ્ટની પિચ પ્રથમ દિવસથી જ ટર્ન થઈ રહી હતી, બીજી ટેસ્ટમાં ભાગ્યે જ આવું થાય.

INDvENG

દરિયાકિનારો હોવાને કારણે વિશાખાપટ્ટનમનું તાપમાન હૈદરાબાદની સરખામણીમાં વધુ ગરમ રહેશે. પિચ મોટાભાગનો સમય કવર હેઠળ રહી હતી. પછી તેને પાણી આપવામાં આવ્યું હતું અને ભારે રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘાસનું થોડું લેયર છે પણ તેનાથી બ્રાઉન દેખાતી પિચ પર કોઈ ફરક પડવાનો નથી. દેશના મોટાભાગના વિસ્તારોની જેમ, તે પણ કાળી માટીની પીચ છે.

INDvENG : શાર્પ ટર્ન જોવા મળશે નહીં

INDvENG

ટેસ્ટના બે દિવસ પહેલા તેને પાણી આપવાનો અર્થ એ છે કે તે વધુ ઉખડશે નહીં અને શાર્પ ટર્ન જોવા મળશે નહીં. ભારતીય ટીમના પ્રથમ પ્રેક્ટિસ સેશન માટે અહીં પહોંચ્યા બાદ તરત જ 22 યાર્ડની પટ્ટી પર નજર નાખનારા બેટિંગ કોચ વિક્રમ રાઠૌરે કહ્યું હતું કે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ટર્ન જોવા મળશે, કદાચ પહેલા દિવસથી નહીં હોય, પરંતુ બાદમાં તે ટર્ન લેશે.

INDvENG : વિશાખાપટ્ટનમમાં બે ટેસ્ટ રમાઇ છે

INDvENG

વિશાખાપટ્ટનમે બે ટેસ્ટ મેચની યજમાની કરી છે. બેટ અને બોલ વચ્ચે તેમાં સારી સ્પર્ધા રહી છે. સાઉથ આફ્રિકા સામેની ગત ટેસ્ટ પૂરા પાંચ દિવસ સુધી ચાલી હતી. સખત આઉટફિલ્ડ અને પિચ ઉપર અને નીચે થવાને કારણે ફાસ્ટ બોલરો પણ રમતમાં બન્યા રહ્યા હતા. છેલ્લા દિવસે સ્પિનરો કરતાં મોહમ્મદ શમીનો રિવર્સ સ્વિંગ સાઉથ આફ્રિકા માટે વધુ નુકસાનકારક સાબિત થયો. તેથી માત્ર એક ઝડપી બોલરને રમાડવો જોખમી બની શકે છે.

INDvENG : રેન્ક ટર્નર પિચ ન હોવાનું કારણ બેટિંગ

INDvENG

બીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા ઉત્કૃષ્ટ સ્પિનરો રેન્ક ટર્નર પર ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યારે ભારતે આવી પિચ પસંદ કરી તેનું કારણ મહદ્ અંશે બિનઅનુભવી બેટીંગ લાઈનઅપ છે. રોહિત શર્મા બાદ ટોપ ઓર્ડરમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી અશ્વિન છે, જેણે હૈદરાબાદમાં 8માં નંબર પર બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયરે કુલ મળીને 39 ટેસ્ટમાં 2,229 રન ફટકાર્યા છે. તેઓ ટર્નિંગ પિચો પર ખાસ સહજ લાગતાં ન હતા, જે ચિંતાનું કારણ છે.

INDvENG : રાહુલની જગ્યાએ પાટીદાર

ભારતીય ટીમમાં પહેલાથી જ વિરાટ કોહલી નથી. હવે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ભારતે બીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા બે મજબૂરીથી ફેરફારો કરવા પડશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં 45.97ની એવરેજ ધરાવતા રજત પાટીદારને ગત સપ્તાહે ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદીને આધારે ટેસ્ટમાં તક મળી હતી. તે રાહુલનું સ્થાન લઈ શકે છે, પણ જાડેજાના સ્થાને ટીમમાં સામેલ થવું એટલું આસાન નથી. તે કુશળ બોલર હોવા ઉપરાંત મિડલ ઓર્ડરમાં બેટિંગને મજબૂત બનાવે છે.

INDvENG : વોશિંગ્ટન સુંદર અથવા કુલદીપ યાદવ

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની યોજનાઓમાં વોશિંગ્ટન સુંદર છે. નેટ સેશન શરુ થયા બાદ તરત જ હેડ કોચ રાહુલ દ્રવિડ તેને શોધી રહ્યા હતા ત્યારે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી. આ ઓલરાઉન્ડર થોડા સમય બાદ આવ્યો હતો અને સીધો જ નેટ પર પહોંચ્યો હતો. જાડેજા ઈંગ્લેન્ડ સામેની આખરી શ્રેણીમાં રમ્યો ન હતો. પછી તત્કાલીન ટીમ મેનેજમેન્ટ વોશિંગ્ટનને તક આપી હતી. ચારમાંથી ત્રણ ટેસ્ટમાં કુલદીપ કરતાં તેને પહેલા કરવામાં આવ્યો હતો. તે તેની છેલ્લી ટેસ્ટ હતી, જેમાં તેણે અણનમ 96 રન ફટકાર્યા હતા.

INDvENG : બીજી ટેસ્ટમાં બેટિંગ પર ભાર કે 3 સ્પેશિયાલિસ્ટ સ્પિનરો

INDvENG

જોકે એક સ્પિનર તરીકે તે કુલદીપ કરતાં આગળ હોય તેવી શક્યતા નહિવત્ છે, કારણ કે સ્લો ટર્નર પર ચાઇનામેન બોલર વેરિએશનને કારણે અસરકારક સાબિત થશે. પ્રથમ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે તે કુલદીપથી પ્રભાવિત છે, પરંતુ બેટિંગમાં ઊંડાણ માટે તે અક્ષર પટેલ સાથે ગયા હતા. અત્યારે બેટિંગની સમસ્યા છે. ભારતને બેટિંગમાં ડેપ્થ જોઈએ છે કે પછી 3 સ્પેશિયાલિસ્ટ સ્પિનરો પર આધાર રાખે છે, તે જોવાનું રહેશે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે