દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો આડેધડ ઉપયોગ – પ્રતિબંધના ધજાગરા

1
147
દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો આડેધડ ઉપયોગ
દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો આડેધડ ઉપયોગ

રાજધાની દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો આડેધડ ઉપયોગ થઇ રહ્યો છે. ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્તીક્નોમ પ્રતિબંધ હોવા છતાં તેવો વપરાશ થઇ રહ્યો છે . દિલ્હીમાં સૌથી વધારે 88% કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં સૌથી વધારે વાયુ પ્રદુષણની સમસ્યા છે તેમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક ની સમસ્યા વધારે જોવા મળી રહી રહી છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી, મુંબઈ,બેંગલુરું ગુવાહારી અને ગ્વાલિયરમાં પ્રતિબંધિત ઉત્પાદનોમાં વધારે ઉપયોગ જોવા મળ્યો છે જે પ્રતિબંધના એક વર્ષ પછી હાથ ધરાયેલા રીપોર્ટમાં ખુલાસો થયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેના વપરાશ અને ઉત્પાદન પર સર્વે કરતા અધિકારીઓના કહેવા પ્રમાણે ખાસ કરીને સ્થાનિક દુકાનો, અને બજારોમાં કરવામાં આવેલા અભ્યાસના પરિણામો દર્શાવે છેકે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધ માટે અમલીકરણમાં જ મોટા પાયે ખામીઓ જોવા મળી છે. જેણે કારણે આ પ્રતિબંધનું અમલીકરણ કરવામાં મુશ્કેલી આવે છે અથવા સમસ્યામાં વધારો કરે છે.

સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ પરના અભ્યાસમાં જાણવા મળ્યું કે સર્વેક્ષણ કરાયેલા તમામ શહેરોમાં પ્લાસ્ટિક સ્ટીકર, ચમચી જેવી ચીજ વસ્તુઓ પ્રતિબંધિતએસ.યુ.પી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેરી બેગ 120 માઈક્રોન થી ઓછી એ શહેરોમાં સૌથી સામાન્ય રીતે ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થઇ રહ્યો છે. માર્ચ થી જુન 2023 દરમિયાન દેશના પાંચ શહેરોમાં 23 જગ્યાએ વિવિધ પ્રકારના સ્થળોમાં 700થી વધારે પોઈન્ટ પર અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે.

અ ઉપરાંત રાજધાની દિલ્હીની વાત કરીએ તો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકની કેરી બેગ દુકાનદારો દ્વારા ગ્રાહકોને આપવામાં આવી રહી છે. દિલ્હીમાં મીઠાઈની દુકાનો, બસ ડેપો, નાસ્તાની દુકાનો, અને શાકભાજીની દુકાનો અને ફેરિયાઓ સૌથી વધારે માત્રામાં આ કેરી બેગનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીના તમામ પ્રવાસન સ્થળો પર સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. પ્લાસ્ટીકના બનેલા ડિસ્પોઝેબલ કપ, ચમચીઓ, રેસ્ટોરાં , સહિતના અન્ય સ્થળોએ પણ પ્લાસ્ટિk કેરી બેગનો ઉપયોગ વધારે જોવા મળ્યો. પ્લેટ, કપ, બોટલ, જેવી ચીજ વસ્તુઓની માત્ર 54% થી લઈને 45% સુધીમાં જોવા મળી તે ચોકાવનારા રીપોર્ટ છે.

દિલ્હીમાં SUPનો ઉપયોગ હજુ પણ 64 ટકા એવા સ્થળોએ કરવામાં આવ્યો જ્યાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું સૌથી વધુ ઉલ્લઘન થઇ રહ્યું છે. જેમાં થર્મોકોલ ડેકોરેશન 74 ટકા, ફુગ્ગા 60 ટકા, પ્લાસ્ટીકની લાકડીઓ,માં 60ટકા જોવા મળ્યું. જે 88 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું છે.

1 COMMENT

Comments are closed.