IndiGo CEO Pieter Elbers Resigns:ઇન્ડિગોમાં મોટી ઉથલપાથલ: CEO પીટર એલ્બર્સનું રાજીનામું, હવે ફાઉન્ડર રાહુલ ભાટિયા સંભાળશે કમાન

0
126
IndiGo CEO
IndiGo CEO

IndiGo CEO Pieter Elbers Resigns: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો (IndiGo) માં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. ડિસેમ્બરના ઓપરેશનલ સંકટના ત્રણ મહિના બાદ, કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવાર, 10 માર્ચ 2026ના રોજ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર રાહુલ ભાટિયા વચગાળાના CEO તરીકે જવાબદારી સંભાળશે.

IndiGo CEO Pieter Elbers Resigns: મુખ્ય હાઈલાઈટ્સ:

IndiGo CEO Pieter Elbers Resigns
  • રાજીનામાનું કારણ: પીટર એલ્બર્સે ‘અંગત કારણો’ ટાંકીને તાત્કાલિક અસરથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
  • મોટું નુકસાન: ડિસેમ્બરમાં ફ્લાઈટ ખોરવાવાને કારણે કંપનીને અંદાજે ₹2,000 કરોડનું આર્થિક નુકસાન થયું હતું.
  • DGCAની કાર્યવાહી: ઓપરેશનલ નિષ્ફળતા બદલ એવિએશન રેગ્યુલેટર દ્વારા ₹22.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

IndiGo CEO Pieter Elbers Resigns: ડિસેમ્બરનું ‘સંકટ’ એલ્બર્સ માટે ભારે પડ્યું

સપ્ટેમ્બર 2022માં ઇન્ડિગોની કમાન સંભાળનાર પીટર એલ્બર્સ માટે ગત વર્ષનો ડિસેમ્બર મહિનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તે સમયે એરલાઇનની સેંકડો ફ્લાઇટ્સ રદ થતા અને વિલંબમાં પડતા અંદાજે 3 લાખ મુસાફરો અટવાયા હતા. આ ઘટનાથી એરલાઇનની છબીને ભારે નુકસાન પહોંચ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરક્ષા અને મુસાફરોની સુવિધામાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી, જેના કારણે બોર્ડ અને CEO વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાનું મનાય છે.

રાહુલ ભાટિયા ફરી એક્શન મોડમાં

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, એલ્બર્સને આજે બિઝનેસ અવર્સ પૂરા થયા બાદ જવાબદારીમાંથી મુક્ત કરાયા છે. કંપનીના સ્થાપક રાહુલ ભાટિયા હવે બિઝનેસ ઓપરેશન્સની સીધી દેખરેખ રાખશે. એલ્બર્સે પોતાના વિદાય સંદેશમાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો પરિવાર અને તેની વૃદ્ધિ ગાથાનો ભાગ બનવું એ મારા માટે સૌભાગ્યની વાત રહી છે.”

આ પણ વાંચો :વર્લ્ડ કપ ફાઈનલમાં અર્શદીપ સિંહને આક્રમકતા ભારે પડી: ICCએ ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે સમગ્ર વિવાદ?