Indian railway :  અમદાવાદ રેલ્વે વિભાગે અધધધ રકમ દંડ સ્વરૂપે એકઠી કરી

0
313
Indian reilway
Indian reilway

Indian railway :  દેશભરમાં પરિવહનનું સૌથી મોટું પ્લેટફોર્મ રેલ્વે છે, રેલ્વેમાં રોજ લાખો-કરોડો લોકો મુસાફરી કરે છે. ત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે કે તમે ચોંકી જશો. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા માત્ર ટીકીટ વિના ફરતા મુસાફરો પાસેથી દંડ તરીકે 20 કરોડ કરતા પણ વધુ રૂપિયા વસુલ્યા છે.     

Capture 28

   

Indian railway :   પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા એક વર્ષ નહીં પણ માત્ર નવ મહિનામાં જ મોટી રકમ દંડપેટે વસૂલી છે. મુસાફરોએ ટિકિટ વિના કે નિયમોનો ભંગ કરી મુસાફરી કરતા પકડાયા હોય ત્યારે રેલવે દ્વારા વસૂલવામાં આવતા દંડની રકમ રૂ. 20 કરોડ કરતા વધારે છે.

Indian railway :  રેલ વાહનવ્યવહારમાં અનધિકૃત મુસાફરોને અટકાવવા માટે વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે ડિસેમ્બર માસ 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ દ્વારા મહત્તમ ટિકિટ ચેકર કર્મચારીઓ જેમાં મહિલા ટિકિટ ચેકર્સ પણ સામેલ છે, તેમનો સહયોગ લઇને મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન તેમ જ અમદાવાદ સ્ટેશને વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

indian railway

Indian railway : દંડ સ્વરૂપે 20.97 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી

Indian railway :  આ રીતે મોટા પાયે કરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન ડિસેમ્બર 2023માં 28,422 કેસ નોંધાતા 1.94 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મેળવવામાં આવી જે ગત વર્ષની સરખામણીએ 27.29 ટકા વધારે છે. જ્યારે એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વિનાના સામાનના કુલ 2.93 લાખ કિસ્સા તેમ જ 20.97 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી હતી.

tc indain railway

Indian railway :  નોંધનીય છે કે રેલવે વારંવાર અપીલ કરે છે કે અધિકૃત રીતે જ મુસાફરી કરવામાં આવે જેથી આ પ્રકારે બમણા કરતા વધારે રકમ પ્રવાસીઓએ ભરવી ન પડે. પરંતુ લોકો થોડાક પૈસા બચાવવા સારું ગેરવ્યવહાર કરતા રહે છે અને મોટી દંડ રકમ ભરવા મજબુર થાય છે.   

તમે આ પણ વાંચી શકો છો

visakhapatnam sea beach : ઓહો આશ્ચર્યમ !! વિશાખાપટ્ટનમમાં દરિયો લગભગ 100 ફૂટ પાછળ ખસી ગયો.. જાણો કેમ ?