ભારતીય સલાડ રેસીપી: વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો કે શું?? તો આજે આપને તમારા પેટને સંતોષ મળે, પોષક અને પ્રોટીન મળી રહે તેવા સલાડની રેસીપીની વાત કરીશું. જો કે આપણને સલાડ ખાવાથી અને તેના સ્વાદથી પણ ટેવાયેલા નથી પણ આજે હું એવી વાનગીઓની રેસિપીઓ શેર કરીશ જે તમારા જીભના સ્વાદ ને અને સ્વાસ્થ્ય માટે એકદમ શ્રેષ્ઠ છે.
ભારતીય સલાડ રેસીપી: ફાયબર, કોપર, કેલ્શિયમ, આર્યન, મેગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમના સારા પ્રમાણમાં સ્ત્રોત મળે અને જે ગ્લુટન થી મુક્ત હોય. આ સલાડ ડાયાબીટીસના અને હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક છે. સલાડને કાચું ખાવું શરીર માટે સૌથી બેસ્ટ ગણાય છે પરંતુ તેમાં અલગ અલગ ટાઈપના ડ્રેસિંગ બનાવીને નાખવાથી તે એકદમ સ્વાદિષ્ટ બની જાય છે.
ભારતીય સલાડ રેસીપીઓ:
૧. કાલા ચણા સલાડ: કાલા ચણા એટલે ભારતીય બ્રાઉન/બ્લેક ચણા તરીકે ઓળખવામાં આવે છે. ચણાને સૌ પ્રથમ બાફી લો , તેમાં ડુંગળી, ટામેટાં. કાકડી, ફુદીનો અને લીંબુનો રસ, મસાલામાં આમચૂર મસાલો, કાળા મરી, ચાટ મસાલો, લાલ મરચું તેમાં મિક્ષ કરો. આ સલાડને શાક-રોટી કે દાળ-ભાત સાથે તથા સ્નેકની જેમ એકલું પણ લેવું યોગ્ય છે. સૂપ કે સેન્વીચ સાથે પણ લઇ શકો છો.
૨. કાકડી કોથમીર સલાડ: કાકડી કોથમીર સલાડ એ એક મહારાષ્ટ્રિયન સલાડ છે. આ સલાડ ખાવાથી એકદમ તાજગી અને ઠંડક આપે છે જે એકદમ ઝટપટ બની જાય છે. અહિયાં ફારસી કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં શેકેલી મગફળીને ક્રશ કરીને લીલા મરચાં, બારીક સમારેલી કોથમીર અને થોડો ફુદીનો ઉમેરો. પછી નાળીયેરના તેલ ને ગરમ કરી તેમાં સરસવના દાણા, જીરું, હિંગ અને લીલો લીમડો અને સ્વાદ અનુસાર ચાટ મસાલો અને લીંબુનો રસ નાખીને મિક્ષ કરો. આ સલાડને કાચી કેરીવાળા ભાત, બાફેલા ભાત સાથે લેવામાં આવે છે.
૩. મકાઈ (સ્વીટ કોર્ન) અને દાડમ સલાડ: સવિત કોર્ન, દાડમ અને નાળીયેરની સાથે થોડા મસાલા વાળું આ દ્ક્ષિણી ભારતીય શૈલીની રેસીપી છે. આ સલાડને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે અને નાસ્તાની જેમ પણ લઇ શકાય છે. આ સલાડને મંદિરોમાં પ્રસાદની જેમ પણ પીરસવામાં આવે છે.આ ખુબ જ ઝડપથી અને થોડીજ વારમાં બની જતી રેસીપી છે. ફ્રોઝન સ્વીટ કોર્ન પણ ચાલે અને ફ્રેશ પણ, દાડમ સીઝનમાં હોય તો અથવા ગાજર પણ લઇ શકાય. તેમાં નારિયેળના તાજા કટકા નાખો. મકાઈને બાફીને થોડીક વાર ઠંડી થવા રેહવા દો. ટેમ્પરિંગ માટે એક પેન માં તેલ લઈ રાઈ કે સરસવના દાણા નાખો, પછી તેમાં સુકું લાલ મરચું, કઢી પત્તા અને હિંગ ઉમેરો થોડીવાર તેને સાંતળીને ગેસ બંધ કરો. પછી બધી વસ્તુને એક બાઉલમાં મિક્ષ કરો અને જે તેલ માં વઘાર કરેલો એની સાથે મિક્ષ કરો અને સર્વ કરો.
૪. સ્પ્રાઉટસ સલાડ: આ સલાડ કન્નડ એટલે કે કર્ણાટક સાઈડના લોકોની વાનગી છે. જેમાં ફણગાવેલા મગની અંદર ગાજર, કાકડી, ડુંગળી, ટામેટાં અને શેકેલા મગફળી અને રોસ્ટેડ ડ્રાયફ્રુટ પણ નાખો. ફણગાવેલા મગમાં સૌથી વધુ પૌષ્ટિક આહાર રહેલો હોય છે તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામીન સી, વિટામીન ઈ જેવા તત્વો હોય છે. ફેટની માત્ર પણ ઘણી છે મગમાં. ફણગાવેલા મગ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા ખુબ જ મજબુત થાય છે. ફણગાવેલા મગને ૫-૬ મિનીટ રાંધો અને તેને નરમ થવા દો પછી તેમાં ડુંગળી, ટામેટાં, કાકડી, ગાજર, લીલા મરચાં, મગફળી, રોસ્ટેડ ડ્રાયફ્રુટ નાખો. ચાટ મસાલો, મીઠું, કાળા મરી અને લીંબુનો રસ નાખી ટોસ કરી ને સર્વ કરો.
૫. બાફેલી સીંગ(મગફળી)નું સલાડ: આ સલાડમાં બાફેલી મગફળી, કાચા શાકભાજી, લીંબુ નો ઉપયોગ થાય છે. આ સલાડ ને સાંજ ના સમયે ચા-કોફીની સાથે લોકો વધુ પસંદ કરશે. સીંગમાં વિટામિન્સ, નિયાસિન, ફોલેટ, પેન્ટોથેનિક એસિડ, થિયામીન, રિબોફ્લેવિન, કોલીન, વિટામિન બી6 અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. તે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, આયર્ન, કોપર અને સેલેનિયમ જેવા ખનિજોમાં પણ સમૃદ્ધ છે. બાફેલી સીંગમાં કાકડી,ટામેટાં અથવા ચેરી ટામેટાં, લીલાં મરચાં, બારીક સમારેલી કોથમીર, ફુદીનો નાખો. ચાટ મસાલો, રોક સોલ્ટ, અને એક ચમચી લીંબુનો રસ એડ કરો અને તૈયાર છે સલાડ. આને ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો, લીંબુના રસ વગર જેથી કડવું ન લાગે.
૬.એવાકાડો અને ટામેટાનું સલાડ: એવાકાડો એ ભારતીય ફ્રુટ નથી પરંતુ હાલ ઇન્ડીયામાં ફેમસ થઈ રહ્યું છે. આ ફળ દક્ષિણ મધ્ય મેક્સિકોનું છે. પરંતુ ભારતમાં પણ હવે તેની ખેતીની શરૂઆત થઈ ચુકી છે. આમાં ભરપુર મિનરલ્સ, વિટામીન એ, બી, ઈ, ફાઈબર, પ્રોટીન છે. લો ફેટ અને હેલ્થ ની દ્રષ્ટીએ ફાયદાકારક છે. એવાકાડોનું ઉપરનું ગ્રીન પડ કાઢીને તેનું સોફ્ટ પાર્ટ એક બાઉલમાં કાઢો. પછી તેમાં ટામેટાં, ડુંગળી, દ્રાક્ષ નાખો, પછી તેને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ, થોડું વિનેગર અને લીંબુનો રસ નાખી તેમાં કાળા મરી, રોક સોલ્ટ અથવા પિંક સોલ્ટ સાથે સીઝ્નીગ કરીને આ સલાડનો સ્વાદ માણી શકો છો.
૭. છોલે ચણા યોગર્ટનું સલાડ: આ સલાડ હેલ્થી હાઈ પ્રોટીનથી ભરેલું છે. ડ્રેસિંગ બનાવા યોગર્ટ એટલે કે સ્વીટ દહીં. સ્વીટ દહીં ન પસંદ હોય તો તમે નોર્મલ દહીં પણ લઇ શકો છો. બાફેલા ચણાને કાકડી, ટામેટાં, ડુંગળી સાથે મિક્ષ કરો તેમાં મીઠું, મરચું નાખો. ડ્રેસિંગ બનાવા માટે દહીં કે યોગર્ટ લો તેમાં મરી- મસાલા, લીંબુનો રસ અને ઓલીવ ઓઈલ મિક્ષ કરો. પછી બાફેલા ચણાવાળું મિક્ષ્ચર આ દહીં વાળા ડ્રેસીંગ સાથે મિક્ષ કરો અને તરત જ સર્વ કરો.
૮. ફ્રુટ્સ સલાડ: ફ્રુટ્સ સલાડ તો નાના-મોટા બધાને જ પસંદ પડે, જેમાં તમને ભાવતા બધા ફ્રુટ્સ નાખી શકો છો. આ સલાડને ડાયેટ કરતા હોવ તો પણ અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. સફરજન, નાસપતી, દ્રાક્ષ, નારંગી, કેળા, કેરી, દાડમ, કીવી, બ્લુબેરી, પાઈનેપલ વગેરે લઈ શકો છો. આ બધા ને કટ કરીને તેમાં જીરું પાઉડર, કાળા મરી, મીઠું, લીંબુનો રસ નાખીને સલાડને ટોસ કરો અને સર્વ કરો.
૯. તડબુચ સલાડ: તડબુચ તો બધાને પસંદ હોય જ છે. આ ફ્રુટમાં ભરપુર પાણી મિનરલ્સ અને ફાઈબર રહેલા છે. જે આપણી પાચનક્રિયાને સારી કરવામાં મદદરૂપ છે. આ ઉનાળામાં મળતું ફ્રુટ છે, તો આ સલાડ પણ ઉનાળામાં જ બનશે. તડબૂચને નાના કટ કરો એમાંથી બીજ નીકાળી લો પછી તેમાં ફેટા ચીઝ, પાઈન નટ્સ, ફુદીનો થોડોક નાખીને તેનું ડ્રેસિંગ બનાવો. એક કપ ઓવીલ ઓઈલ, બાલ્સેનીક વિનેગર, થોડું મીઠું, મરી અને થોડું મધ નાખીને મિક્ષ કરો ડ્રેસિંગને. તડબૂચને નટ્સ વાળા બાઉલમાં ડ્રેસિંગને મિક્ષ કરો અને ઠંડુ સર્વ કરો.
૧૦. ક્વીનોઆ પનીર સલાડ: ક્વીનોઆ એ એક ધાન્ય છે જેને પશ્ચિમી દેશોમાં પ્રખ્યાત છે જે હેલ્થ માટે લાભદાયક છે. ક્વીનોઆમાં ફોલેટ, મેગ્નીશ્યમ, જસત,આર્યન, વિટામિન્સ, કોપર, ફોસ્ફરસ જેવા સમૃદ્ધ પોષકતત્વો રહેલા છે. ક્વીનોઆ પનીર સલાડ બનાવા સૌથી પહેલા તેનું ડ્રેસિંગ તૈયાર કરીશું. જેમાં ૨ ચમચી ઓલીવ ઓઈલ, એક કે અડધી ચમચી મસ્ટર્સડ પેસ્ટ, ૧ ચમચી મધ, અડધી ચમચી લીંબુનો રસ, મીઠું અને મરી નાખીને તેને મિક્ષ કરી તેને કટ કરેલા પનીર પર રેડો અને મેરીનેટ કરો. પછી કાકડી, ચેરી ટમાટર, એક ડુંગળી નાખો. સીઝન હોય તો લીલી ડુંગળી પણ નાખી શકો છો. પછી મેરીનેટ કરેલા પનીરને તવામાં ઓલીવ ઓઈલ સાથે ફ્રાય કરો. શાકભાજી વાળા બાઉલમાં રાંધેલા ક્વીનોઆ અને પનીરને મિક્ષ કરો. વધેલું મેરિનેટ ડ્રેસિંગ પણ તેમાં નાખીને મિક્ષ કરો અને ક્વીનોઆ પનીર સલાડ તૈયાર છે ખાવા માટે.
ભારતીય સલાડ રેસીપી ઓ આપને કેવી લાગી તે વિશે કોમેન્ટમાં વધુ જણાવજો.
જોતા રહો વીઆર લાઇવ પર ભારતીય વાનગીઓની રેસીપી: વજન ઘટાડવા માટે ની ભારતીય વાનગીઓ