બિગ બોસ 17ના ખેલાડીઓ વિષે જાણો અને જાણો તેમની સાથે જોડાયેલી વાતો
૧.અંકિતા લોખંડે
અંકિતા લોખંડે એક એક જાણીતી ટીવી કલાકાર છે. અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તા સિરિયલમાંથી ખ્યાતી મેળવી હતી.. જોકે અંકિતા છેલ્લા કેટલાય સમયથી ટેલીવિઝનથી દુર હતી.
૨.વીકી જૈન
વિકી જૈન એક ઉદ્યોગપતિ છે અને તે અંકિતા લોખંડેનો પતિ છે. વિકી જૈને એમબીએ કરેલું છે.હાલમાં વિકી મહાવીર ઈન્સ્પાયર ગ્રુપમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ ધરાવે છે…
૩.ઈશા માલવિયા
ઈશા માલવિયાએ ટીવી શો ઉદારીયાનથી ડેબ્યુ કરું હતું… ફક્ત 13 વર્ષની ઉંમરે જ ઈશાએ તેની મોડેલીંગની યાત્રાની શરૂઆત કરી હતી.ઇશા અત્યારસુધીમાં અલગ -અલગ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે..ઈશાએ મિસ ટીન ઇંડિયા વર્લ્ડ વાઈલ્ડ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે .
4.અભિષેક કુમાર
અભિષેક કુમાર પણ ઉદારીયાન સિરિયલમાં મુખ્ય ભૂમિકામાં હતા. અભિષેક કુમાર અને ઈશા જયારે સાથે અભિનય કરી રહ્યા હતા તે સમય દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા પણ હતી. જો કે અભિષેક અને ઈશા જયારે શોમાં આવ્યા ત્યારે બંને વચ્ચે અનબંન ચાલી રહી હતી જોકે તે બાદ ઈશાએ અભિષેકને માફ કર્યો હતું.અભિષેકને ઘરના મોટા ભાગના સદસ્યો સાથે ઝગડો થાય છે..
5.નીલ ભટ્ટ
નીલ ભટ્ટએ ડાન્સ રિયાલીટી શોથી ટીવી જગતમાં ડેબ્યુ કર્યું હતું….જેમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે બાદ નીલએ અલગ-અલગ ભૂમિકા ભજવી હતી અને લોકોના દિલમાં જગ્યા બનાવી હતી..નીલના પ્રીવ્યસ શો વિષે આપને જણાવીએ તો નીલએ ઘુમ હે કિસીકે પ્યાર મે સિરિયલમાં ડીસીપી વિરાટ ચવ્હાણની ભૂમિકા ભજવી હતી…
6.એશ્વર્યા શર્મા
નીલ ભટ્ટ બિગ બોસ 17માં તેમની પત્ની એશ્વર્યા શર્મા સાથે આવ્યા છે… આ શોમાં કપલ એન્ટ્રી કરનારું આ બીજું દંપતી છે.એશ્વર્યા શર્માએ વર્ષ ૨૦૧૫માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી..એશ્વર્યા શર્માએ ઘુમ હે કિસીકે પ્યાર મે ટેલીવિઝન શોમાં અભિનય કરીને ખ્યાતી મેળવી હતી..
7.મુનાવર ફારૂકી
કોમેડિયન મુનાવર ફારુકીને આ પહેલા પણ બિગ બોસ શો માટે ઓફર મળી હતી પરંતુ તેઓ એ સમયે આ શોનો ભાગ બની શક્ય ન હતા… મુનાવરે લોક અપ શોની પ્રથમ સીઝનના વિજેતા હતા.. તેઓ એક જાણીતા કોમેડીયન પણ છે… મુનાવરની એન્ટ્રી સમયે શોના હોસ્ટ સલમાન ખાને કહ્યું હતું કે ગત વર્ષે તેઓ જ આ શોના ભાગ બનવાના હતા પરંતુ અંગત કારણોસર તે આવી શક્ય ન હતા જે બાદ એમસી સ્ટેનની પસંદગી કરવામાં આવી હતી.
8.મનારા ચોપરા
પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની બહેન મનારા ચોપરા થોડા સમય પહેલા ઘણી વિવાદોમાં હતી.. ત્યારે મનારા બિગ બોસ હાઉસમાં પ્રવેશ મેળવનાર પ્રથમ સદસ્ય હતી..મનારા તેલુગુ.તમિલ,હિન્દી અને કન્નડ ફિલ્મોમાં અભિનય કરે છે.
9. અનુરાગ ડોભાલ
પ્રસિદ્ધ યુટ્યુબર અનુરાગ ડોભાલ પણ બિગ બોસ હાઉસમાં જોવા મળી રહ્યા છે..અનુરાગ રાઈડર તરીકે પ્રખ્યાત છે જેઓ એક મોટો બ્લોગર છે.. વર્ષ ૨૦૧૮માં અનુરાગે પોતાની યુટ્યુબર તરીકેની કારકિર્દી શરૂ હતી… અનુરાગને સોશિયલ મીડિયા પર 5 મિલિયનથી વધુ ફોલોઅર છે.
10.સના રઈસ ખાન
સના રઈસ ખાન એ હાઈપ્રોફાઈલ ક્રિમીનલ લોયર છે… સના આર્યન ખાન ડ્રગ્સ કેસ સમયે ખુબજ ચર્ચામાં રહી હતી. સનાએ પોતાને નિષ્પક્ષ વર્ણવી હતી…
11.અરુણ મેસટ્ટી
અરુણ શ્રીકાંત મશેટ્ટી દક્ષિણભારતનો લોકપ્રિય ગેમર છે.ઇન્સ્ટાગ્રામ પર અરુણને છ લાખથી વધુ ફોલોઅર્સ છે જે એક ડિજીટલ કન્ટેન્ટ ક્રીએટર છે.
12.સની આર્યા
તહલકા ભાઈ તરીકે ઓળખાતા સની આર્ય એક ટીખળખોર છે… જે લોકોને રોસ્ટ કરે છે અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવે છે…
13.ખાનઝાદી
ફિરોઝા ખાન જે ખાનઝાદીના નામથી પ્રખ્યાત છે તે પણ બિગ બોસ 17નો ભાગ છે.. ખાનઝાદી એક રેપર અને ગાતીકા છે.. ખાનઝાદી પોતાને ફ્રી બર્ડ કહે છે… ખાનઝાદી હસ્તલ ૨.૦ શોમાં જોવા મળી હતી.
14.જીજ્ઞા વોરા
જીજ્ઞા વોરા એક પ્રખ્યાત પત્રકાર રહી ચુકી છે.. હાલમાં જ જીજ્ઞા વોરાના જીવન સંબંધિત એક વેબ શો આવ્યો છે..તેણી પર પત્રકારની હત્યાનો આરોપ હતો જોકે હાલમાં તે જેલની બહાર છે…
15.રીંકુ ધવન
યે વાદા રહા,ગુપ્તા બ્રધર્સ,બા બોલે તુમ ના મેને કુછ કહા જેવા ટીવી સિરિયલનો ભાગ રહી ચુક્યા છે.. તેઉપરાંત ફેમસ ટીવી સિરિયલ કહાની હર ઘર ઘર કિમાં પણ તેમને અભિનય કર્યો હતો.
16.સોનિયા બંસલ
સોનિયા બંસલે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે કરી ગતિ અને તેણે શક્તિ કપૂરની ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.. સોનિયાએ તે ઉપરાંત ઘણા વેબ શોમાં પણ જોવા મળી છે..
17.નાવિદ સોલે
નવીદ એ લંડનમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરે છે તે આ શોનું આકર્ષણનું કેન્દ્ર છે..
વીઆર લાઇવ પર જુઓ મનોરંજન ની વધુ ન્યુઝ