ભારતીય સેનાને અનેક ધમકીઓ વચ્ચે કાશ્મીરમાં પડકારજનક G-20 ની સુરક્ષા સફળતા પૂર્વક કરીને દુનિયાભરના દેશોમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. સુરક્ષા દળોના જવાનો તેમના શૌર્ય અને સાહસથી દેશના નાગરિકોની છાતી ગજગજ ફૂલી રહી છે.
ભારતીય સેના કમાન્ડીંગ ઓફિસર લે.જનરલ અમરદીપ સિંહે ખાતરી આપી કે ભારતીય સેના કોઈ પણ પ્રકારના જોખમો સામે તૈયાર છે ખાસ કરીને હવે આગામી સમયમાં પવિત્ર અમરનાથ યાત્રા શરુ થઇ રહી છે. કડક સુરક્ષા બંદોબસ્ત સાથે સેનાના જવાનો શ્રદ્ધાળુઓ માટે સતત ખડેપગે તૈયાર છે અને કોઈમ્પણ પ્રકારની આતંકી ગતિવિધિને નાકામ બનાવવા સક્ષમ છે.
અહી ઉલ્લેખનીય છેકે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ઘણા ફેરફારો આવ્યા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ શાંતિ છે અને સરકાર દ્વારા વિકાસના કામોને વેગ મળ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જે સુવિધાઓ અત્યારે પ્રાપ્ત થઇ રહી છે તે પહેલા કરતા ઘણી વધારે છે અને તેનું કારણ આતંકી ગતિવિધિઓ લગભગ બંધ થઇ ચુકી છે અને સેનાને સ્થાનિકો સહકાર આપી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ માતા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રામાં દેશભરના શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીર પહોંચતા હોય છે અને તેમને સુવિધાઓ સાથે સુરક્ષા મળી રહે તે સેનાનો અને સરકારનો મુખ્ય હેતુ છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ