વિવેકાનંદનગર સ્કૂલના મેદાનને બાળકો પાસે સાફ કરાવાયું

0
48

રાજ્યમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે પણ વિવેકાનંદનગર ગુજરાતી શાળા નં 1ની શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.

મ્યુનિસિપલ સ્કૂલમાં સફાઈ કર્મી હાજર ન હોવાથી બાળકો પાસે સ્કૂલનું મેદાન સાફ કરાવાયું. શાળા શરુ થવાના પ્રથમ દિવસે જ બાળકોને મેદાન સાફ કરવાના કામ પર લગાવાયા હતા ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કે શું મ્યુનિસિપલ સ્કૂલમાં સફાઈ કર્મીઓ નથી…?અથવા બાળકોનો અભ્યાસ બાજુ પર રાખી સફાઈ અભિયાન કરાવવામાં આવ્યું. વીડીઓમાં સાફ જોઈ શકાય છેકે શિક્ષક દ્વારા નાના નાના ભૂલકાઓને મજૂરની જેમ સાફ સફાઈ ન કામે લગાડવામાં આવ્યા છે . વિદ્યાર્થીઓ સવારે 7:15 શાળામાં આવતાની સાથેજ કામે લગાડી દીધા હતા અને શાળામાં ભણતર માટે આવતાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો એ કેટલું યોગ્ય છે તે ચર્ચા થઇ રહી છે

આપને જણાવી દઈએકે રાજ્યમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન આજથી થતાજ શાળાઓના પરિસરમાં બાળકોનો કલરવ સાંભળવા મળ્યો. રાજ્યભરની શાળાઓમાં ભૂલકાઓને શિક્ષકોએ આવકાર્ય હતા. અને બાળકો જયારે શાળામાં પ્રવેશ કરતા હતા ત્યારે સંપૂર્ણ શિસ્ત સાથે જોવા મળ્યા . ત્યારે અમદાવાદમાં વિવેકાનંદ નગરની શાળા વિદ્યાર્થીઓ સવારે 7:15 શાળામાં આવતાની સાથેજ કામે લગાડી દીધા હતા અને શાળામાં ભણતર માટે આવતાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો એ કેટલું યોગ્ય છે તે ચર્ચા થઇ રહી છે

અહી ઉલ્લેખનીય છેકે નવા સત્રથી સ્ટેશનરી અને શાળામાં જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં લગભગ 20 ટકાની આસપાસ વધારો નોંધાયો છે. ત્યારે શાળાની ફી પણ સંચાલકો દ્વારા વધારી દેવતા વાલીઓના ખિસ્સા પર મોંઘવારીની કાતર ફરતી જોવા મળી રહી છે અને બજેટમાં કઈ રીતે ગોઠવવું તે મૂંઝવણમાં મુકાયા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ