INDIAAlliance :  અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ વિપક્ષ લડી લેવાના મૂડમાં,  31 માર્ચે રામલીલામાં INDIA ગઠબંધનની મહામેગા રેલી  

0
270
INDIAAlliance
INDIAAlliance

INDIAAlliance : દારૂ કૌભાંડ કેસમાં કોર્ટમાંથી રાહત ન મળતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી છે. ત્યારે હવે વિપક્ષ મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવાનો પ્લાન બનાવી રહી છે.  

INDIAAlliance

INDIAAlliance : દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું, ‘INDIA ગઠબંધન 31 માર્ચે રામલીલા મેદાનમાં ‘મહા રેલી’નું આયોજન કરી રહ્યું છે. આ અરવિંદ કેજરીવાલને બચાવવા માટે નહીં પરંતુ લોકશાહી બચાવવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે. વિપક્ષ એકતરફી હુમલાઓનો સામનો કરી રહ્યો છે.

INDIAAlliance : INDIA ગઠબંધનના તમામ મોટા નેતાઓ મેગા રેલીમાં ભાગ લેશે

INDIAAlliance : AAP નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. દેશનું મોટું આંદોલન રામલીલા મેદાનમાં થયું, રામલીલા મેદાનમાંથી આમ આદમી પાર્ટી ઉભરી. આ (ભવ્ય રેલી)માં INDIA ગઠબંધનના તમામ મોટા નેતાઓ ભાગ લેશે અને દેશ અને દુનિયાને સંદેશ આપશે.

INDIAAlliance : 31 માર્ચે રામલીલા મેદાનમાં રેલી

INDIAAlliance

INDI ગઠબંધન 31 માર્ચે રામલીલા મેદાનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ રેલીનું આયોજન કરશે. આ સમય દરમિયાન, INDI ગઠબંધનના નેતાઓ દેશને બચાવવા અને સરમુખત્યારશાહીનો અંત લાવવા માટે અવાજ ઉઠાવશે.  આજે દિલ્હી કોંગ્રેસ અને AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પણ કરવામાં આવી હતી જેમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.. કોંગ્રેસે કહ્યું કે દેશની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. વિપક્ષને ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો