BSP Candidate List : બસપાએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, 7 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા મેદાને  

0
93
BSP Candidate List
BSP Candidate List

BSP Candidate List  : બહુજન સમાજવાદી પાર્ટીએ રવિવારે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બસપાએ સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં સહારનપુર સીટ પર સપા-કોંગ્રેસ ગઠબંધનના ઈમરાન મસૂદ સામે માજીદ અલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૈરાના લોકસભા સીટ પરથી શ્રીપાલ સિંહનો મુકાબલો ઇકરા હસન સામે થશે.

BSP Candidate List

 BSP Candidate List  : 2024ની લોકસભા ચૂંટણીનો શંખ વાગી ચુક્યો છે. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવિ છે, રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફેણમાં લેવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે. આ શ્રેણીમાં BSPએ પણ રવિવારે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. માયાવતીએ માજિદ અલીને સહરપુરથી , કૈરાનાથી શ્રીપાલ સિંહ, મુઝફ્ફરનગરથી દારા સિંહ પ્રજાપતિને બસપાના ઉમેદવાર જાહેર કર્યા છે.

BSP Candidate List  : મુરાદાબાદથી ઈરફાન સૈફીને ટિકિટ

BSP Candidate List

BSP Candidate List  : બસપા સુપ્રીમો માયાવતીએ નગીના આરક્ષિત બેઠક પરથી સુરેન્દ્ર પાલ સિંહ, મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી, રામપુરથી જીશાન ખાન, સંભલથી શૌલત અલી, અમરોહાથી મુજાહિદ હુસૈન, મેરઠથી દેવવ્રિત ત્યાગી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

BSP Candidate List

BSP Candidate List  : બસપાએ આરએલડીના ગઢ ગણાતા બાગપતથી પ્રવીણ બંસલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ગૌતમ બુદ્ધ નગરથી રાજેન્દ્ર સિંહ સોલંકી, બુલંદશહેરથી ગિરીશ ચંદ્ર જાટવ, અમલાથી આબિદ અલી, પીલીભીતથી અનીસ અહેમદ ખાન અને શાહજહાંપુરથી દોદરામ વર્માને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો