HomeSportsIndia vs Zimbabwe: ભારતે ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવી T20 સિરીઝ કબજે કરી,...

India vs Zimbabwe: ભારતે ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવી T20 સિરીઝ કબજે કરી, ઈશાન-તિલકની ધમાકેદાર ફિફ્ટી, અભિષેક શર્માની 3 વિકેટ

India vs Zimbabwe: ટી-૨૦ વર્લ્ડ કપ 2026 પછી ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતે T20 વર્લ્ડ કપ બાદ પોતાની પ્રથમ સિરીઝ જ જીતી લીધી છે. હરારેમાં રમાયેલી રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજય સરસાઈ મેળવી લીધી છે.

India vs Zimbabwe

India vs Zimbabwe: મેચની હાઇલાઇટ્સ અને સ્કોરબોર્ડ

  • ભારતનો શાનદાર સ્કોર: ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં 5 વિકેટે 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
  • ઝિમ્બાબ્વેની ટીમ ઓલઆઉટ: 220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 17.5 ઓવરમાં માત્ર 129 રન પર જ સમેટાઈ ગઈ હતી.
India vs Zimbabwe

India vs Zimbabwe: બેટિંગમાં ઈશાન કિશન અને તિલક વર્માનો જાદુ

શરૂઆતમાં અભિષેક શર્મા (8) અને વૈભવ સૂર્યવંશી (20) વહેલી વિકેટ ગુમાવીને આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ મિડલ ઓર્ડરે મોરચો સંભાળ્યો હતો:

  • ઈશાન કિશન: વિકેટકીપર બેટર ઈશાન કિશને માત્ર 44 બોલમાં તૂફાની બેટિંગ કરતા 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
  • તિલક વર્મા: યુવા બેટર તિલક વર્માએ અણનમ 60 રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આ બંને વચ્ચે ચોથી વિકેટ માટે 94 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ 25 રનનું યોગદાન આપ્યું હતું.

India vs Zimbabwe: બોલિંગમાં અભિષેક શર્મા ચમક્યો

મોટા લક્ષ્યાંક સામે બોલિંગમાં ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું:

  • અભિષેક શર્મા: બેટિંગ બાદ બોલિંગમાં કમાલ કરતા અભિષેકે 3 વિકેટ ઝડપી હતી.
  • અન્ય બોલરો: પ્રિન્સ યાદવ અને ડેબ્યૂટન્ટ યશ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે શિવમ દુબે અને તિલક વર્માને 1-1 સફળતા મળી હતી.

સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આવતીકાલે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ચારણકા સોલાર પાર્ક ડૂબ્યો, 6 ટ્રેનો રદ્દ અને 202 તાલુકામાં ખાબક્યો વરસાદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments