India pakistan : એ રાત્રે ભારતે પાકિસ્તાન સામે 9 મિસાઈલ તાકીને મૂકી હતી… જાણો આખી કહાની   

0
357
India pakistan
India pakistan

India pakistan : એ ઘટના તમને યાદ હશે, જ્યારે પાકિસ્તાને ભારતીય વાયુસેનાના જવાન અભિનંદન વર્ધમાનને ઝડપી લીધા હતા. પાકિસ્તાને નક્કી કરી લીધું હતું કે તેઓ પાકિસ્તાનની સરહદમાં ફાઈટર જેટ લઈને ઘૂસેલા જવાનને નહીં છોડે. જોકે એ દિવસે એવું તો શું થયું કે અભિનંદન વર્ધમાન હેમખેમ ભારત પાછા ફર્યા? આ વાતનો ઘટસ્ફોટ પૂર્વ હાઈ કમિશ્નર અજય બિસારિયાના પુસ્તક ‘એંગર મેનેજમેન્ટઃ ધ ટ્રબલ્ડ ડિપ્લોમેટિક રિલેશનશિપ્સ બિટવીન ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં કરાયો છે.   

ind pak

પાકિસ્તાનમાં ભારતના રાજદૂત રહેલા અજય બિસારિયાએ પોતાના નવા પુસ્તકમાં ઘણા ખુલાસા કર્યા છે. પુલવામા હુમલા બાદ ભારતની આક્રમક કૂટનીતિથી પાકિસ્તાન કેવી રીતે ડરી ગયું હતું અને તેની જીદથી પીછેહઠ કરી હતી. તેની કેટલીક વાતોનો તેમણે ઉલ્લેખ કર્યો છે. આ મામલો ભારતની તે 9 મિસાઈલ સાથે જોડાયેલો હતો જે પાકિસ્તાન તરફ કરી દેવામાં આવી હતી અને ઈમરાન સરકાર ગભરાઈ ગઈ હતી. તે રાત્રે ઇમરાન ખાન પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માંગતા હતા પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તે સમયે ભારતીય વડાપ્રધાન ઉપલબ્ધ નથી.

પૂર્વ હાઈ કમિશનરના જણાવ્યા અનુસાર અહીં જે રાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેને પીએમ મોદીએ ‘કતલ કી રાત’ કહી હતી. 27 ફેબ્રુઆરી 2019ની રાત્રે જ્યારે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની કસ્ટડીમાં હતા.

Capture HHHHH

India pakistan : અજય બિસારિયાએ શું લખ્યું છે?

ભારત સરકાર અને સેના જ્યારે ભારતીય કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનથી પરત લાવવામાં લાગેલા હતા ત્યારે આ ઘટનાઓ ઘણી અટકળોનો વિષય બની રહી છે. પરંતુ બિસારિયાએ પોતે જ પોતાના પુસ્તકમાં ભારતની જબરદસ્ત કૂટનીતિની કહાની લખી છે, જે તે સમયે ભારતની જબરદસ્ત કૂટનીતિનું શાનદાર વિવરણ આપ્યું છે.

India pakistan : જ્યારે અડધી રાત્રે ફોન આવ્યો

ABHINDANDN

અજય બિસારિયાએ ખુલાસો કર્યો હતો કે અડધી રાત્રે તેમને ઇસ્લામાબાદમાં ભારતમાં પાકિસ્તાનના તત્કાલીન હાઇ કમિશનર સોહેલ મહમૂદનો ફોન આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે ખાન સાહેબ (ઇમરાન ખાન) પીએમ મોદી સાથે વાત કરવા માંગે છે. બિસારિયાએ દિલ્હી વાત કર્યા બાદ  મહમૂદ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે અત્યારે pm મોદી ઉપલબ્ધ નથી. કોઈ સંદેશ હોય તો હાઈકમીશનને પહોચાડી શકે છે

India pakistan : બીજા દિવસે 28 ફેબ્રુઆરીએ ઇમરાન ખાને કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવાની જાહેરાત કરી હતી અને સંસદમાં જણાવ્યું હતું કે તેમણે શાંતિને પ્રોત્સાહન આપવાના હેતુથી પીએમ મોદીને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો.

બિસારિયાએ લખ્યું છે કે પાકિસ્તાને કમાન્ડરની મુક્તિને શાંતિ ઇશારા તરીકે ગણાવી હતી પરંતુ પાકિસ્તાન જાણતું હતું કે ભારતીય સૈનિકને નુકસાન પહોંચાડવું તેમને કેટલું ભારે પડી શકે છે. બિસારિયાએ તેમના પુસ્તકમાં આવી ઘણી રસપ્રદ વાતો કહી છે.

તમે આ પણ વાંચી શકો છો

Amitabh Bachchan On Maldives   :  માલદીવ વિવાદમાં અમિતાભ બચ્ચન પણ કૂદયા , કહી દીધી જોરદાર વાત